fbpx
ગુજરાત

વડોદરામાં જાહેરમાં પોલીસકર્મી અને દંપતી વચ્ચે મારામારી

વડોદરા શહેરના માંજલપુર વિસ્તારમાં પોલીસ કોન્સ્ટેબલ અશ્વિનભાઇ ફરજ બજાવે છે. સાંજે માંજલપુર નાકા પાસે પોલીસ જવાન અને એક દંપતી વચ્ચે કોઇક કારણસર ઝઘડો થયો હતો. ઝઘડામાં અપશબ્દો બોલાતા જાેતજાેતામાં ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને પોલીસ જવાન અને મહિલાના પતિ વચ્ચે મારા મારી શરૂ થઇ હતી. પોલીસ જવાન અને પતિ વચ્ચેની મારા મારીમાં પત્ની પણ જાેડાઇ હતી.

જાહેર માર્ગ ઉપર પોલીસ જવાન અને દંપતી વચ્ચે ચાલી રહેલી મારા મારીને જાેઇ લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા અને ટોળા દ્વારા પોલીસ જવાન અને દંપતી વચ્ચે થયેલી મારામારીમાં દરમિયાનગીરી કરી છૂટા પાડવાને બદલે કેટલાક લોકો દ્વારા મોબાઇલ ઉપર વીડિયો ઉતારવામાં આવ્યો હતો અને વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. સોશિયલ મીડિયામાં વાઇરલ થતા શહેર પોલીસ તંત્રમાં ચર્ચાનો વિષય બન્યો હતો. પોલીસ જવાનનું અશ્વિનભાઇ છે. સાંજે વાહન લઇને પસાર થઇ રહેલા દંપતીએ ટ્રાફિક નિયમનો ભંગ કરતા તેને પોલીસ જવાન અશ્વિનભાઇ રોકવાનો પ્રયાસ કર્યો હતો.

જે કારણસર પોલીસ જવાન અને દંપતી વચ્ચે ઝઘડો થયો હોવાનું પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે. પોલીસ જવાન અશ્વિનભાઇને પૂછપરછ માટે બોલાવવામાં આવ્યો છે. તેની પૂછપરછ બાદ સાચુ કારણ બહાર આવશે. હાલ તેઓએ પોલીસ સ્ટેશનમાં અરજી આપી છે. અરજીના આધારે તપાસ કરવામાં આવી રહી છે.વડોદરા શહેરના માંજલપુર નાકા પાસે સાંજે માંજલપુર પોલીસ સ્ટેશનના જવાન અને એક દંપતી વચ્ચે મારામારી થઇ હતી. સ્થાનિક લોકો દ્વારા આ મારીમારીનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાઇરલ કરી દીધો હતો. મોડી સાંજે બનેલા આ બનાવમાં પોલીસ જવાને પોતાના જ પોલીસ મથકમાં દંપતી વિરૂદ્ધ અરજી આપતા પોલીસે સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.

Follow Me:

Related Posts