ગુજરાત

વડોદરામાં જ્વેલર્સની દુકાનમાંથી ચોરે ૩ લાખની સોનાની ચેઈન ચોરી ફરાર

વડોદરાના વાઘોડિયાના મુખ્ય બજારમા આવેલ અર્પણ જ્વેલર્સમા સોનીની નજર ચુકવી આશરે ત્રણ લાખની સોનાની ચેઈન તડફડાવી જતા ઠગની કરતૂત દુકાનમા લાગેલા સીસીટીવીમા કેદ થઈ છે.વાઘોડિયા પોલીસે ફુટેજના આધારે તપાસ આરંભી છે. ટોપી ગોગલ્સ પહેરી એક મજબુત બાંઘાનો શખ્સ આશરે સાડા દસ વાગ્યાની આસપાસ માડોધર રોડ બાજુથી આવ્યો હતો. ક્રિષ્ણા પ્લાઝામા લટાર મારી જય અંબે ચાર રસ્તા પાસે આવેલ મસ્જીદ પાસેથી મુખ્ય બજારમા આવેલી અર્પણ જ્વેલર્સની દુકાનમા મજબૂત બાંઘાનો શખ્સે હેટ અને ગોગલ્સ પહેરી પ્રવેશ્યો હતો. દુકાનમાં રાખવામાં આવેલા સીસીટીવીમાં શખ્સ કેદ થયો છે. તે વાતને ધ્યાને લઈ અર્પણ જ્વેલર્સ આસપાસ પોતાની દુકાન સજાવતા હતા.તે સમયે દુકાન માલિક પિયુષભાઈ વાસુદેવ પંચાલ(૫૩) રહે. નારાયણ નગર સોસાયટી, વાઘોડિયાનાઓ પાસે દુકાનના કાઊન્ટર પર આવી પહેલા ગળામા પહેરવાનુ લોકીટ ખરીદવાની ઈચ્છા વ્યક્ત કરતા દુકાનદાર પિયુષભાઈએ વિવિધ વેરાયટી બતાવી શરૂ કરી હતી.

ત્યારબાદ લોકરમા નજર પડતા સોનાની ચેન જાેવાની ઈચ્છા વ્યક્ત કરતા જ્વેલર્સના માલિકે ચેઈન બતાવવા લોકર ખોલ્યુ, તેવા સમયે એક હાથથી ચેન તરફ આંગળી ચિંઘી વાતોમા ગૂંચવ્યો હતો. બીજી તરફ ડ્રોવરમાંથી સોનાની પાંચ જેટલી ત્રણ લાખની કિંમતની સોનાની ચેઈનનુ પેકેટ ઊઠાવી પેન્ટના પાછળના ખીસ્સામા સેરવી પલાયન થઈ ગયો હતો. સોની વેપારીએ થોડી જ મીનીટોમા ચેઈનનું પેકેટ શોઘતા મળ્યુ નહિ, જેથી દુકાનમા લગાડેલા સીસીટીવી ચકાસ્યા હતાં. જેમા થોડી મિનીટો પહેલા આવેલ ઠગનુ કારસ્તાન જણાઈ આવતા પોતાની સાથે ઠગાઈ કરી હોવાનું સામે આવ્યું હતું. છેતરપીંડીથી ત્રણ લાખનો મુદ્દામાલ ચોરી થયાનુ જણાઈ આવતા વાઘોડિયા પોલીસને જાણ કરી હતી. ત્રણ લાખની કિંમતની સોનાની ચેઈન ચોરી કરનાર શખ્સને મુખ્ય રસ્તાના સીસીટીવી બંધ હોવાથી પોલીસ હવામા બાચકા ભરી રહિ છે. જાે કે અન્ય દુકાનો બહાર લગાડેલા સીસીટીવી ની મદદથી શખ્સને શોધખોળ આરંભાઈ છે. જાેકે સમગ્ર ઘટના સોની વેપારીના સીસીટીવીમા કેદ થઈ છે.પોલીસને શખ્સનુ પગેરુ હજુ સુધી હાથ લાગ્યુ નથી.

Related Posts