ગુજરાત

વડોદરામાં ટયૂશન ક્લાસિસ પર રાતના ૯ પછી પ્રતિબંધ

હાલ દેશ સહિત ગુજરાતમાં મહિલાઓ, યુવતીઓ નાની કિશોરી (સગીરા)ઓ પર રોજબરોજ ક્યાંકને ક્યાંક છેડતી, દુષ્કર્મના કેસો જાેવા મળી રહ્યા છે ત્યારે વડોદરાના નિઝામપુરા અર્પણ કોમ્પ્લેકસમાં ક્લાસમાં ૧૫ વર્ષની વિદ્યાર્થિનીને વોડકા પીવડાવવાની ઘટનાને પગલે શહેર પોલીસ કમિશનર ડો.શમશેર સિંહ સવારે અને રાત્રીના ચાલતા ટ્યુશન ક્લાસિસ ઉપર પ્રતિબંધ ફરમાવશે. ૧૦ વર્ષ અગાઉ તત્કાલીન પો.કમીએ આ અંગેનું જાહેરનામું બહાર પાડ્યું હતું. ફરી આવી ઘટના ના બને અને વિદ્યાર્થિનીઓ સલામત રહે તે માટે આ ર્નિણય લેવાયો હોવાનું પોલીસ કમિશનરે જણાવ્યું છે.

દિલ્હીમાં વિદ્યાર્થિની ઉપર ગેંગ રેપ થતાં તત્કાલીન પોલીસ કમિશનર સતીશ શર્માએ જાહેરનામું બહાર પાડ્યું હતું. નિઝામપુરામાં ટ્યુશન ક્લાસ સંચાલકની કરતૂતો બહાર આવતાં પ્રોહિબીશન હેઠળ શિક્ષક પ્રશાંત ખોસલાને પકડી છુટકારા બાદ પોક્સો હેઠળ ધરપકડ કરાઇ હતી. શિક્ષકને વોડકા તેના એમએસયુમાં ભણતા મિત્રે આપી હતી. જ્યારે પોલીસે સીસીટીવીના ફૂટેજની ચકાસણી પણ હાથ ધરી છે. ટ્યૂશન ક્લાસમાં શિક્ષણ લેવા આવેલી ૧૫ વર્ષની વિદ્યાર્થિનીને ક્લાસના સંચાલકે જ વોડકા પીવડાવ્યા બાદ બેભાન થયેલી સગીરા હજી સુધી સંપૂર્ણ સ્વસ્થ થઈ નથી.

શિક્ષકના વર્તનથી ડઘાઈ ગયેલી વિદ્યાર્થિની ભારે ડિપ્રેશનમાં હોવાથીનું વધારાનું નિવેદન લઈ શકાયું નથી. નિવેદન બાદ શિક્ષકે કરેલી હરકતો અંગે પોલીસને જાણકારી મળશે. બીજી તરફ પોલીસે ટેક્નિકલ સોર્સના આધારે જરૂરી પુરાવા એકઠા કરવાનું શરૂ કર્યું છે. પોલીસે અગાઉ આરોપી પ્રશાંતનો મોબાઈલ ફોન જપ્ત કર્યો હતો, તેની કોલ ડિટેઈલ મેળવી તે કોના સંપર્કમાં હતો તેની પણ તપાસ બાદ ફોરેન્સિક લેબમાં મોબાઈલ મોકલી ડિલીટ કરી નખાયેલા ચેટની પણ માહિતી મેળવાશે, એમ સૂત્રોએ જણાવ્યું છે.

વિદ્યાર્થિનીને વોડકા પીવડાવ્યા બાદ બેહોશ થતાં પ્રશાંતે પાડોશી ક્લાસ સંચાલકની મદદ માગી હતી પોલીસે તેનું નિવેદન લીધું હતું. ખાનગી કોંચીગ કલાસ એડયુકેટ ફર્સ્ટમાં વિદ્યાર્થિનીને શિક્ષકે વોડકા પીવડાવાની ચકચારી ઘટના બાદ કોમ્પલેક્ષમાં સન્નાટો હતો. કલાસ પર તાળા હતા અને કોરીડોર ર્નિજન હતો. કોમ્પલેક્ષમાં આવેલા ૪ કલાસ બંધ અને એક જ કલાસ ખુલ્લો હતો. જયાં કલાસ ૩ મહિનાથી જ ચાલુ થયો હતો. સંચાલક કોઇની સાથે વાત-ચીત કરતા ના હતા. ૩૦થી ૩૫ વિદ્યાર્થીઓ એજયુકેટ ફર્સ્ટ કલાસમાં અભ્યાસ કરતાં હતા. વિસ્તારના કલાસીસમાં વિદ્યાર્થીઓની સંખ્યા પાંખી હતી. કલાસ પૂરા થતા સિક્યુરીટી ગાર્ડ વિદ્યાર્થીઓને ઉભા નહિ રહી ઘરે જવાની સૂચના આપી રહ્યા હતા.

Related Posts