ગુજરાત

વડોદરામાં ટેક્સટાઇલના ધંધામાં ભાગીદાર બનવાની લાલચ આપી ૧.૫૫ કરોડ ઠગી લીધા

દુબઇમાં ટેક્સટાઇલનો ધંધો કરતા વેપારીએ ભારતમાં નવો ધંધો શરૃ કરવાનું તરકટ રચી વડોદરાના વેપારીને તેમાં ભાગીદાર બનાવવાનું કહી ૧.૫૫ કરોડ પડાવી લીધા હતા. દુબઇના વેપારીએ ધંધો શરૃ કર્યો નહતો તેમજ રૃપિયા પણ પરત આપ્યા નહતા. જે અંગે વારસિયા પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. વારસિયા ધોબી તળાવ પાસે દેવીનારાયણ સોસાયટીમાં રહેતા ૬૭ વર્ષના હરિશ ઇસરદાર જૈન્દાણીએ વારસિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, મારી દીકરી કવિતાની નણંદના સસરા સાથે વર્ષ માં પરિચયમાં આવ્યા હતા.

તેઓની સાથે વિદેશમાં એક્સપોર્ટ ઇમ્પોર્ટના ધંધામાં ભાગીદારી કરવા માટે વાતચીત કરી હતી. ઓગસ્ટ માં મારા જમાઇના મોટાભાઇ રાજેશ મુલાણી તેમજ લાલચંદ કેશકાણી, મીરા કેશકાણી, કેશકાણી, હેમા કેશકાણી ધંધાની વિગતવાર ચર્ચા કરવા અમારા ઘરે આવ્યા હતા. તેઓએ જણાવ્યું હતું કે, અમે દુબઇ ખાતે ટેક્સટાઇલનો વેપાર કરીએ છે. અમે દુબઇની સાથે આપણા દેશમાં પણ ધંધો વિસ્તારવાનું વિચારીએ છે. જેના માટે રોકાણ કરી શકે તેવા ભાગીદારની જરૃરિયાત છે. જાે તમે રોકાણ કરશો તો ભાગીદાર બનાવીશું.

જાે ધંધો સેટ નહીં થાય તો તમને તમારા રોકાણના રૃપિયા પરત કરી દઇશું. તેઓએ રોકડામાં રૃપિયાની માંગણી કરતા અમે ટૂકડે – ટૂકડે ૧ કરોડ રૃપિયા માર્ચ થી એપ્રિલ દરમિયાન આપ્યા હતા. આ રૃપિયાની વ્યવસ્થા અમારા કૌટુંબિક ભાઇઓ, દીકરા તથા પત્ની પાસેથી કરી હતી. તેઓની દાહોદ, અમદાવાદ, વડોદરા અને આણંદમાં આવેલી મિલકતો વેચી હતી.તેઓએ અમને દુબઇ લઇ જઇ તેમનો ધંધો બતાવી કહ્યું કે, આપણે સુરતમાં દુકાન શરૃ કરીશું. ત્યારબાદ એક્સપોર્ટના ધંધાના લાયસન્સ માટે અમારી પાસેથી ૫૫ લાખ ઉછીના માંગતા અમે આપ્યા હતા. ઓગસ્ટ મા રાજેશ મુલાણી અમારા ઘરે બે પ્રોમિસરી નોટ લઇને આવ્યા હતા. તેમાં અમે આપેલા ૧.૫૫ કરોડ પરત કરી દેવા પ્રેમ કેશકાણી તથા જીતેન્દ્ર ઉર્ફે જીતુ કેશકાણીએ લખાણ કર્યુ હતું. ૧ કરોડ તેઓએ હજી સુધી અમારા રૃપિયા પરત કર્યા નથી અને શારજાહ ખાતે ઝમઝમ સુપર માર્કેટમાં નવી દુકાનો શરૃ કરી છે.

Related Posts