વડોદરામાં તસ્કરો પોલીસના ઘરે ત્રાટક્યાઃ ૧૯ હજારની ચોરી કરી ફરાર
વડોદરા શહેરમાં પોલીસ કર્મીઓના ઘર જ સુરક્ષિત રહ્યા નથી. શહેરમાં સક્રિય તસ્કર ટોળકીએ અટલાદરા રોડ પર આવેલી કેતન પાર્ક સોસાયટીમાં પોલીસ કોન્સ્ટેબલના મકાનને નિશાન બનાવ્યું હતું. તસ્કરો કોન્સ્ટેબલના ઘરમાથી ૧૯ હજારની કિંમતનો મુદ્દામાલ ચોરી ફરાર થઇ ગયા. આ ફરિયાદના આધારે જે.પી.રોડ પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ચોરીનો ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
વડોદરા શહેરના અટલાદરા રોડ ઉપર આવેલી ર્કિતન પાર્ક સોસાયટીમાં રહેતા વિજયકુમાર કંચનલાલ રાણા રેલવે પોલીસમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે. ગુરૂવારે તેઓ રાબેતા મુજબ નોકરી પર ગયા હતા અને પત્ની મકાનને તાળું મારીને દીકરા સાથે બજારમાં ખરીદી માટે ગઈ હતી. આ દરમિયાન આશરે બે કલાક બાદ તેઓ પરત આવતા મકાનના મુખ્ય દરવાજાનો નકુચો તૂટેલો હતો અને બેડરૂમનો સામાન વેરવિખેર જાેવા મળ્યો હતો. આ ઉપરાંત તિજાેરીનો લોક પણ તૂટેલો હતો. તપાસ દરમિયાન ઘરમાં પ્રવેશેલા અજાણ્યા તસ્કરો તિજાેરીમાંથી રોકડા રૂપિયા ૫ હજાર તથા સોનાની બુટ્ટી મળી કુલ ૧૯ હજારની મત્તા ચોરીને નાસી છુટ્યો હોવાનું બહાર આવ્યું હતું.
અટલાદરા રોડ ઉપર ર્કિતન પાર્ક સોસાયટીમાં બનેલા ચોરીના આ બનાવે ચકચાર જગાવી મૂકી હતી. જે.પી. પોલીસને ચોરીના બનાવની જાણ થતાં સ્થળ ઉપર પહોંચી ગઈ હતી અને રેલવે પોલીસ જવાનની ફરિયાદ લઈને તપાસ હાથ ધરી છે.
Recent Comments