ગુજરાત

વડોદરામાં તોફાનના બે આરોપીને પકડવા ગયેલ પોલીસ પર હુમલો કરી આરોપીને છોડાવી ગયા

વડોદરાના રાવપુરા કોઠી પોળ સહિતના વિસ્તારોમાં હથિયારધારી ટોળાએ પથ્થર મારો કરી મૂર્તિ તોડી નાખતાં કોમી તંગદિલી વ્યાપી હતી. ટોળાએ વાહનોને પણ નિશાને લઈ નુકસાન પહોંચાડી ફરાર થયા હતા. બનાવ બાદ પોલીસે ઠેર ઠેર કોમ્બિંગ હાથ ધરી ૨૨થી વધુ તોફાનીઓની ધરપકડ કરી હતી. બીજી તરફ એલસીબી ઝોન ૨ના પીએસઆઈ સહિતનો કાફલો પથ્થરગેટ વિસ્તારમાં આવેલા મિયા અબ્બાસના ખાંચામાં બે આરોપીઓની પૂછપરછ માટે ગયા હતા. જ્યાં પકડવા ગયેલા પીએસઆઇ સહિતના કાફલાને ટોળાએ રોકી પોલીસ સાથે હાથાપાઈ કરતા મામલો બીચક્યો હતો. ટોળાએ પોલીસને ઘેરી હુમલો કરી આરોપીઓને છોડાવી જતાં જ એક તબક્કે વિસ્તારમાં ભારે તંગદિલી ફેલાઈ હતી. ઘટનાની જાણ થતાં જ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો સ્થળ પર દોડી ગયો હતો.અમદાવાદી પોળ સહિતના વિસ્તારમાં થયેલા કોમી તોફાન બાદ કોમ્બિંગમાં નીકળેલી પોલીસ બે આરોપીને પકડવા માટે પથ્થર ગેટ પહોંચી હતી. જ્યાં સ્થાનિક લોકોના ટોળાએ પોલીસ જવાનોને ઘેરી લઈ હાથપાઈ કરી આરોપીને છોડાવી જતાં મામલો બીચક્યો હતો.

Follow Me:

Related Posts