ગુજરાત

વડોદરામાં દારૂ પી એટીએમનો વાનચાલક વાન ચોરીની ફરિયાદ નોંધાવી

વડોદરા પોલીસ કંટ્રોલ રૂમને ગઇકાલે સાંજે ૯ઃ૩૦ વાગ્યે મહેશભાઇ ઉદેસિંહ સોલંકી (રહે. જલારામનગર સોસાયટી, કરોડિયા રોડ, વડોદરા) એ પોલીસ કંટ્રોલ રૂમમાં રાત્રે ફોન કર્યો હતો કે, સાહેબ હું છ્‌સ્ની ગાડી ચલાવુ છું જેથી બે અજાણ્યા વ્યક્તિ છ્‌સ્ની ગાડી મારી પાસેથી ચોરી કરીને ભાગી ગયા છે. જેથી કંટ્રોલ રૂમ દ્વારા આ અંગે સ્થાનિક પોલીસને જાણ કરી ઘટના સ્થળે રવાના કરવામાં આવી હતી. જાે કે પોલીસ આપેલ સરનામે પહોંચી તો ડ્રાઇવર મહેશ સોલંકી ઘરે હતો અને દારૂ પીધેલી હાલતમાં હતો.

તપાસ કરતા જાણવા મળ્યું હતું કે ગાડીની ચાવી પણ ઘરે જ હતી. જેથી પોલીસે મહેશની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથધરી છે ફોન પર મેસેજ આપ્યો હતો કે મારી પાસેથી છ્‌સ્ની ગાડી અજાણ્યા શખ્સો ચોરી ગયા છે. આ મેસેજને પગલે જવાહરનગર પોલીસનો કાફલો દોડતો થયો હતો. જાે કે મેસેજ આપનારના ઘરે જઇને તપાસ કરતા માલુમ પડ્યું હતું કે છ્‌સ્ વાનનો ચાલક દારૂ પીધેલો હતો અને ગાડીની ચાવી પણ ઘરે જ હતી. આમ પોલીસે ખોટો મેસેજ આપવા અને દારૂ પીવા મામલે શખ્સની ધરપકડ કરી વધુ કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts