વડોદરામાં નવાયાર્ડ વિસ્તારમાં ટેમ્પો ચાલક પર હિંસક હુમલો કરનાર બે લોકોની ધરપકડ કરવામાં આવી
નવાયાર્ડ વિસ્તારમાં ટેમ્પો ચાલક પર હિંસક હુમલો કરવાના ગુનામાં ફતેગંજ પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે. ગોરવાના મધુનગર પાસે અલિફ હાઇટ્સ ખાતે રહેતા બાસીદઅલી પઠાણે પોલીસને કહ્યું હતું કે,મારા પિતા ટેમ્પો ચલાવી શાકભાજીની વર્દી કરે છે.ગત તા. ૨૧ મી ઓક્ટોબરે સવારે તેઓ ટેમ્પો લઇને ઘરતરફ આવી રહ્યા હતા ત્યારે આશાપુરી આલા હજરત ચોક ખાતે આસિફ અલી મો.અમીનખાન પઠાણ તેમજ તેના ત્રણ ભાઇઓ જાવેદઅલી,વાજીદ આસિફઅલીઅને સૈફઅલી અગાઉથી જ ડંડા અને પાઇપ સાથે તૂટી પડયા હતા. મારા પિતાને હાથે,પગે અને માથામાં ઇજા થઇ હતી તેમજ ટેમ્પોના કાચ પણ તોડી નાંખ્યા હતા.અમારે હુમલાખોરો સાથે અગાઉ ઝઘડો થયો હોવાથી તેની અદાવત રાખી હુમલો કર્યો હતો.ફતેગંજ પી.આઇ.એ.એમ. ગઢવીને આ ગુનામાં સામેલ જાવેદઅલી મોહમંદઅમીનખાન પઠાણ તથા આસિફઅલી મોહંમદઅમીનખાન પઠાણ ની ધરપકડ કરી કોર્ટમાં રજૂ કરી બે દિવસના રિમાન્ડ મેળવ્યા છે.
Recent Comments