fbpx
ગુજરાત

વડોદરામાં નશામાં ધૂત કારચાલકે દંપતીને અડફેટે લીધા, મહિલાનું મોત

વડોદરા શહેરમાં મોંધીદાટ કારે અકસ્માત સર્જ્‌યો હોવાની ઘટના સામે આવી છે. વડોદરાના અકોટા વિસ્તારમાં બીએમડબ્લ્યૂ કારે દંપતીને ટક્કર મારી હતી. કારે અડફેટે લેતાં ઇજાગ્રસ્ત દંપતી પૈકી મહિલાનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. નશામાં કાર ચલાવી દંપતીને ટક્કર મારી હોવાનું જાણવા મળી રહ્યું છે. આ મામલે કાર શોરૂમના સેલ્સ મેનેજરની અટકાયત કરવામાં આવી છે.

વડોદારના અકોટા નાયરા પેટ્રોલ પંપ પાસે રવિવારે રાત્રે લગભગ ૮.૩૦ કલાકે પેટ્રોલ પૂરાવીને નીકળેલા બાઇક સવાર દંપતીને પૂરપાટ ઝડપે આવી રહેલી બીએમડબ્લ્યૂ કારે અડફેટે લીધા હતા. આ ઘટનામાં દંપતીને ઇજા પહોંચી હતી. દંપતિ પૈકી મહિલાનું સારવાર દરમિયાન સયાજી હોસ્પિટલમાં મોત નીપજ્યું હતું. આ મામલે પોલીસે અકસ્મતાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી. આ મામલે તપાસ કરતાં પોલીસે કારચાલક સ્નેહલ પટેલની અટકાયત કરવામાં આવી છે. સ્નેહલ પટેલ કારના શોરૂમમાં સેલ્સ મેનેજર તરીકે નોકરી કરે છે.

તે પાર્સિંગ માટે આવેલી કારને લઇને મિત્રો સાથે નીકળ્યો હતો. સ્નેહલ પટેલ અને તેના ત્રણ મિત્રો નશામાં હોવાનું પણ ખુલ્યું છે. પોલીસે અકસ્માત સર્જનાર સ્નેહલ પટેલ અને તેના મિત્રોની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. જે બાદ હવે પોલીસ દ્વારા ચારેય યુવાનોના મેડિકલ ટેસ્ટ અંગેની પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. પાર્સિંગ માટે આવેલી કારને લઇને મિત્રો સાથે નીકળ્યો હતો

Follow Me:

Related Posts