વડોદરામાં નિવૃત્ત ડેપ્યુટી કલેક્ટરે નશાની હાલતમાં અકસ્માત સર્જ્યો છે. જેને લઇને માંજલપુર પોલીસે અકસ્માત સર્જનાર છોટાઉદેપુરમાંથી ડેપ્યુટી કલેકટર પદેથી નિવૃત્ત થયેલા નવિન ભટ્ટની ધરપકડ કરી છે. વડોદરામાં નિવૃત ડેપ્યુટી કલેક્ટરે સનસિટી સર્કલ નજીક રોંગ સાઈડમાં કાર ચલાવી સામેથી આવતી અન્ય કાર સાથે અકસ્માત સર્જ્યો હતો. જાે કે સદનસીબે અકસ્માતમાં કોઇ જાનહાની થઇ નથી. અકસ્માતને પગલે લોકોના ટોળાં એકત્ર થયા હતા. જે પછી ઘટનાની જાણ થતા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે કાર ચાલક નવિન ભટ્ટની તપાસ કરતા તે નશાની હાલતમાં મળ્યો હતો. જે પછી પોલીસે નવીન ભટ્ટનું મેડિકલ ચેકઅપ કરાવ્યું હતુ. છોટાઉદેપુરમાંથી જાન્યુઆરીમાં ડેપ્યુટી કલેકટર પદેથી નિવૃત્ત થયેલા નવીન ભટ્ટ માંજલપુરની ચંદ્રલોક સોસાયટીમાં રહે છે. હાલ પોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી કાર કબ્જે કરી છે.
વડોદરામાં નિવૃત ડેપ્યુટી કલેક્ટરે રોંગ સાઈડમાં કાર ચલાવી અકસ્માત સર્જ્યોપોલીસે સમગ્ર મામલે ગુનો દાખલ કરી કાર કબ્જે કરી

Recent Comments