fbpx
ગુજરાત

વડોદરામાં પતિ પત્ની વચ્ચે કોર્ટ કેસ થયા બાદ પતિએ છેતરપીંડી કરી તેનાં નામે વીજમીટર કરાવી દીધું

વાસણારોડ વિસ્તારમાં પતિ-પત્ની વચ્ચે તકરાર થયા બાદ પતિએ ઇન્ડેક્સમાં ચેડાં કરી પોતાના નામે વીજ મીટર કરાવી લીધું હોવાની ફરિયાદ પત્નીએ નોંધાવી છે. વ્રજવિહાર સોસાયટીમાં રહેતા હેમલતા બેને કહ્યું છે કે,મારા લગ્ન કુંદન મહાદેવભાઇ તીવરેકર સાથે થયા હતા.પતિના ત્રાસને કારણે મેં પોલીસ અને કોર્ટમાં ફરિયાદ કરી હતી.જેના કેસ ચાલી રહ્યા છે. હાલમાં હું જ્યાં રહું છું તે મકાન અમારા બંનેના નામે હતું.મારા પતિ વીજ બિલ ભરતા હોવાથી મેં તેમને બિલ ભરવાનું કહેતાં તેમણે વીજ કનેક્શન કપાવી નાંખવાની વાત કરી હતી.જેથી મને શંકા જતાં એમજીવીસીએલની કંપનીમાં આરટીઆઇ મારફતે તપાસ કરાવી હતી.જેના દસ્તાવેજમાં ઇન્ડેક્સની નકલમાં પતિનું જ નામ હતું.આમ,પતિએ સરકારી કચેરીમાં ખોટી રીતે ઇન્ડેક્સ કરાવી છેતરપિંડી કરી હોવાથી પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે.

Follow Me:

Related Posts