fbpx
ગુજરાત

વડોદરામાં પતિ-પત્ની ૧૦ વર્ષના લગ્ન જીવન બાદ બાળક ના રહેતા છૂટાછેડા લઈ લીધા

વડોદરાની મહિલાએ તેના પતિ સાથે છૂટાછેડા લઈ લીધા પછી પણ તેમની વચ્ચે શારિરીક સંબંધો યથાવત હતા, આ દરમિયાન મહિલા પ્રેગનેન્ટ થઈ જતા તેના પૂર્વ પતિએ પિતા તરીકેની જવાબદારી સ્વિકારવાનો ઈનકાર કરી દીધો છે. લગ્નેત્તર સંબંધો દરમિયાન મહિલા માતા ના બની શકતા પતિ-પત્નીએ છૂટાછેડા લઈ લીધા હતા. જાેકે, લગ્ન પછી તેમના વચ્ચે રહેલા શારીરિક સંબંધો દરમિયાન મહિલા પ્રેગનેન્ટ થઈ ગઈ હતી. પૂર્વ પતિએ બાળકના પિતા તરીકેની જવાબદારી લેવાનો ઈનકાર કરી દેતા મહિલાએ આ મામલે ૧૮૧ અભયમ પર ફોન કરીને મદદની માગણી કરી હતી. અમદાવાદ મિરરના રિપોર્ટ્‌સ મુજબ મહિલાએ અભયમના કાઉન્સિલર સમક્ષ પોતાની સમસ્યા રજૂ કરી કરી ત્યારે ટીમ આખા મુદ્દાને સમજીને મુઝવણમાં મૂકાઈ ગઈ હતી, લગ્ન જીવનના ૧૦ વર્ષ જેટલા ગાળા દરમિયાન બાળક ના થતા કપલે છૂટાછેડા લઈ લીધા હતા પરંતુ તેમના લગ્ન પછીના જે સંબંધો હતા તે યથાવત રહ્યા હતા. કપલે છૂટાછેડા લઈ લીધા પછી મહિલાએ પોતાની સાસરીમાં રહેવાનું છોડી દીધું હતું, જાેકે, પૂર્વ પતિ મહિલાને વારંવાર મળતો હતો અને તેમના બન્ને વચ્ચે વચ્ચે શારીરિક સંબંધો રહેતા હતા. આ દરમિયાન મહિલાને પોતે પ્રેગનેન્ટ થઈ હોવાનું માલુમ પડતા તેણે આ અંગે ૨૧ એપ્રિલે તેના પૂર્વ પતિને જાણ કરી હતી.

મહિલાની વાત જાણીને તેના પૂર્વ પતિએ આ બાળક તેનું ના હોવાનું જણાવ્યું હતું. આ મામલે પૂર્વ પતિ સાથે મહિલાને ઝઘડા થતા તેણે આ મામલાનું સમાધાન લાવવા માટે અભયમની ટીમની મદદ લીધી. ટીમ કપલનું કાઉન્સિલિંગ કરીને આ મામલે મુદ્દાનું સમાધાન લાવવાનો પ્રયાસ કર્યો જાેકે, પૂર્વ પતિએ વાત માનવાનો ઈનકાર કરી દીધો. અભયમની ટીમે મિરરને જણાવ્યું કે, “પૂર્વ પતિએ જણાવ્યું કે છૂટાછેડા થઈ ગયા હોવાથી આ બાબત તેની જવાબદારી રહેતી નથી.” પૂર્વ પતિ મહિલા પ્રેગનેન્ટ થવાની જવાબદારી માથે લેવાની ના પાડતા આખરે અભયમની ટીમ આ મામલે કાયદાકીય કાર્યવાહી માટે મહિલાને લઈને ફરિયાદ નોંધાવવા માટે કારંજ પોલીસ સ્ટેશન પહોંચી હતી. આ મામલે કારંજના પીઆઈ એકે ભરવાડે જણાવ્યું કે, મહિલા પોતાની સમસ્યા લઈને પોલીસ સ્ટેશન આવ્યા હતા, આ પછી તેમના પરિવારના સભ્યો પણ આવ્યા હતા. તેમણે બેસીને અંદર-અંદર આ મામલાનું કૌટુંબિક રીતે સમાધાન લાવવાના પ્રયાસ કર્યા હતા. જે બાદ આ મામલે ફરિયાદ નોંધાવવામાં આવી નથી.

Follow Me:

Related Posts