ગુજરાત

વડોદરામાં પાટલા ઘોનો શિકાર કરતી ગેંગનો પર્દાફાશઃ બે ઝડપાયા

શરીરના દુખાવાની દવા બનાવવા માટે જંગલોમાંથી પાટલા ઘોનો શિકાર કરી મારી નાખીને પાટલા ઘોમાંથી દવા બનાવતી ટોળકીનો શિનોર વન વિભાગે પર્દાફાશ કર્યો છે. વડોદરા જિલ્લાના શિનોર વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમે પાટલા ઘોના વાઇરલ થયેલા વીડિયોના આધારે ૧૧ મરેલી પાટલા ઘો સાથે બે શિકારીની ધરપકડ કરીને કાર્યવાહી હાથ ધરી છે.

વડોદરા જિલ્લાના શિનોર તાલુકાના તવરા ગામમાં પાટલા ઘોને મારીને તેમાંથી દવાઓ બનાવવામાં આવતી હોવાનો વીડિયો શિનોર પંથકમાં સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થયો હતો. વાઇરલ થયેલા વીડિયોના આધારે શિનોર આરએફઓ સંજય પ્રજાપતિ અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટના ભરત મોરીએ તપાસ શરૂ કરી હતી.

દરમિયાન, વાઇરલ થયેલો વીડિયો શિનોર તાલુકાના તવરા ગામનો હોવાનું તપાસમાં બહાર આવતા શિનોર ઇર્હ્લં અને વાઇલ્ડ લાઇફ ટ્રસ્ટની ટીમ તમારા ગામમાં પહોંચી ગઈ હતી અને પાટલા ઘોમાંથી શરીરના દુખાવાની દવાઓ બનાવવા માટે જંગલમાંથી પાટલા ઘોનો શિકાર કરીને લઇ આવેલા કમલેશ અને દશરથની ધરપકડ કરી હતી. ઇર્હ્લંએ કમલેશના ઘરમાંથી ૭ પાટલા ઘો અને દશરથના ઘરમાંથી ૪ પાટલા ઘો મળી કુલ ૧૧ મૃત પાટલા ઘો કબજે કરી હતી. શિનોર વન વિભાગે બંને શિકારી સામે ગુનો દાખલ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related Posts