વડોદરામાં પોલીસકર્મીની ૧૦ દિવસ બાદ મળી લાશ, પત્નીએ કહ્યું,’મારા પતિની હત્યા થઈ છે, ન્યાય આપો’
વડોદરા શહેરના પ્રતાપનગર હેડ ક્વાર્ટર ખાતે ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલનો મૃતદેહ તેમના ગુમ થયાના ૧૦ દિવસ બાદ જાંબુવાબ્રિજ પાસેથી ડિકમ્પોઝ હાલતમાં મળ્યો હતો. પત્નીએ પતિની હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી હોવાની આશંકા વ્યક્ત કરી છે. બીજી બાજુ, પોલીસ જણાવે છે કે પોલીસ જવાનના પોસ્ટમોર્ટમ રિપોર્ટ આવ્યા બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. પોલીસ જવાન કમલેશ વસાવાનો ડિકમ્પોઝ હાલતમાં મૃતદેહ મળ્યા બાદ પોલીસે એનો કબજાે લઇ પોસ્ટમોર્ટમ માટે સયાજી હોસ્પિટલમાં મોકલી આપ્યો હતો.
આજે સવારે પત્ની કાંતાબહેન વસાવા સહિત પરિવારજનો સયાજી હોસ્પિટલના કોલ્ડરૂમ ખાતે આવી પહોંચ્યાં હતાં, જ્યાં પત્નીના રુદને સન્નાટો પાથરી દીધો હતો. પત્નીના રુદન સાથે આવેલા પરિવારજનો પણ પોતાનાં આંસુ રોકી શક્યા નહોતા. પતિ ગુમાવનાર કાંતાબહેન વસાવાએ જણાવ્યું હતું કે મારા પતિની નાણાંની લેવડ-દેવડમાં હત્યા કરીને લાશ ફેંકી દેવામાં આવી છે. ઉત્તરાયણના દિવસે સામાન્ય ઝઘડો થયો હતો. એ બાદ પતિ સતત માનસિક તણાવમાં રહેતા હતા અને અવાર-નવાર કહેતા હતા કે મને મારવા માટે આવે છે. રૂપિયા ૧૦ હજાર માટે મારા પતિની હત્યા થઈ છે. મને ન્યાય મળે એવી માગણી છે.
Recent Comments