fbpx
ગુજરાત

વડોદરામાં પોલીસકર્મીને ટોળાએ દારૂ પીધેલા છો તમે તેમ કહી ભગાડ્યો

વડોદરાના ફતેપુરા પાંજરીગર મહોલ્લાથી કારેલીબાગ પોલીસ સ્ટેશન સુધીના રોડ પર રસ્તામાં આવતા લારી અને ગલ્લા સહિતનાં દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે કોર્પોરેશનના દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવતાં લારી-ગલ્લાવાળાઓ અને દબાણ શાખાની ટીમ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું, જાેકે ચુસ્ત પોલીસ-બંદોબસ્ત સાથે દબાણ શાખા દ્વારા દબાણો દૂર કરવાની કામગીરી ચાલુ રાખીને રસ્તો ખુલ્લો કર્યો હતો. દબાણ શાખાને દબાણો દૂર ન કરવા તેમજ લારીઓ ન લઇ જવા માટે ઘર્ષણમાં ઊતર્યા હતાવડોદરા શહેરના ફતેપુરા વિસ્તારમાં એક તરફ બુધવારે દબાણ હટાવવાની કામગીરી ચાલી રહી હતી, ત્યારે કારેલીબાગ ગરનાળા પોલીસચોકી પાસેની ગલીમાં નશાની હાલતમાં એક પોલીસકર્મી હોવાનું જણાવીને ટોળાએ હોબાળો કરતાં તેને ભાગવું પડયું હતું. ‘તમે દારૂ પીધેલા છો, માસ્ક ઉતારો’ કહીને વડોદરામાં ફરજ પરના પોલીસકર્મીને ટોળાએ ભગાડ્યો હતો, જેનો વીડિયો વાઇરલ થયો છે. જાેકે પોલીસે જણાવ્યું હતું કે આવો કોઇ બનાવ બન્યો ન હતો. અજબડી મિલ પાસે રહેતા કબીર મકરાણી નામના યુવકે આરોપ લગાવ્યો હતો કે તે કારેલીબાગ ગરનાળા પોલીસચોકી પાસેથી પસાર થતો હતો ત્યારે એક પોલીસકર્મી નશાની હાલતમાં લોકોને મારી રહ્યો હતો અને તેને પણ માર માર્યો હતો, જેથી તેણે વીડિયો શૂટિંગ શરૂ કરતાં આ પોલીસકર્મી ત્યાંથી ભાગી છૂટ્યો હતો, જેથી પોલીસકર્મી સામે પગલાં લેવાની તેણે માગ કરી હતી. પોલીસકર્મી સ્થળ પરથી ભાગતો હોવાનો વીડિયો વાઇરલ થતાં ચકચાર મચી ગઇ હતી. ટોળાએ પોલીસકર્મીને રીતસરનો ભગાડ્યો હતો. આ પોલીસકર્મીનું નામ ત્રિભોવન હોવાનું કબીર મકરાણીએ જણાવ્યું હતું. જાેકે સિટી પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પીઆઇ પાંડોરે જણાવ્યું હતું કે દબાણ દરમિયાન આવો કોઇ બનાવ બન્યો નહોતો, જાેકે વીડિયો વાઇરલ થતાં શહેર પોલીસ વિભાગમાં પણ હલચલ મચી ગઇ હતી.

Follow Me:

Related Posts