વડોદરા શહેરમાં દારૂ-જુગારની પ્રવૃત્તિ રોકવા માટે ગત મોડી સાંજે વાડી પોલીસ સ્ટેશનના સ્ટાફ તથા પાણીગેટ પોલીસ સ્ટેશનના સ્ટાફ, ઝોન-૩ એલ.સી.બી અને ક્રાઇમ બ્રાન્ચ સ્ટાફ દ્વારા કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. જેમાં વાડી ગાજરાવાડી, રણમુક્તેશ્વર, પ્રતાપનગર નવગ્રહ મંદિર તથા ચિમનલાલની ચોલીમાં તપાસ કરવામાં આવી હતી. જ્યાંથી દારૂ પીધાલે ૪ શખ્શો પકડાયા હતા. તો સાથે જ ત્રણ હિસ્ટ્રીશિટરની તપાસ કરવામાં આવી હતી.
જ્યારે ફરાર આરોપીઓને ત્યાં તેમજ બિનવારસી વાહનોમાં ચેકિંગ કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા દરોડો પાડી પાણીગેટ વિસ્તારમાંથી વરલી મટકાનો જુગાર ઝડપાયો હતો. તેમજ કારેલીબાગમાં પોલીસ સ્ટાફની નબળી કામગીરીને કારણે પીઆઇ સહિતનો તામમ સ્ટાફ બદલી નાખવામાં આવ્યો છે. સાથે ડી સ્ટાફનું વિસર્જન કરી ચાર ઝોનમાં એલ.સી.બી.ની ટીમ રચવામાં આવી છે.વડોદરા શહેરના વાડી અને પાણીગેટ વિસ્તારમાં પોલીસ દ્વારા કોમ્બિંગ કરી દારૂ પીધીલા ચાર શખ્સોને ઝડપી લેવામાં આવ્યા હતાં. સાથે જ ફરાર આરોપીઓના ત્યાં તપાસ કરવામાં આવી છે.


















Recent Comments