વિડિયો ગેલેરી

વડોદરામાં પ્રેમી સાથે રહેતી યુવતીને પરિવાર બળજબરીથી ઘરે લેવા આવ્યો

છત્તીસગઢના ભીલયમાં રહેતી સપના (નામ બદલ્યું છે) ઉચ્ચ અભ્યાસ મ માટે જૂન-૨૦૨૨ માં છત્તીસગઢના ભિલાઈથી બેંગ્લોર એમ.બી.એ. કરવા માટે ગઇ હતી. વતનમાં તેની પાડોશમાં રહેતા સુરજ (નામ બદલ્યું છે) સાથે પ્રેમ સંબંધ હોવાથી, તે પણ ત્યાં સપના સાથે બેંગ્લોર પહોંચી ગયો હતો અને સપના અને સુરજ બંને બેંગ્લોરમાં સાથે રહેતા હતા. દરમિયાન, ૪ દિવસ પહેલાં સપના અને સુરજ વડોદરા આવી પહોંચ્યા હતા અને વડોદરાના સ્ટેશન વિસ્તારમાં આવેલી એક હોટલમાં રોકાયા હતા. વડોદરા આવ્યા બાદ સપનાએ બે દિવસ પહેલાં વધુ અભ્યાસના બહાના હેઠળ પિતા પાસેથી રૂપિયા ૨ લાખ તાત્કાલિક મંગાવ્યા હતા.

જાેકે, પિતાને ખબર હતી કે, દીકરી સપના રૂપિયા ૨ લાખ વધુ અભ્યાસ માટે નહીં પરંતુ, તેના બોયફ્રેન્ડ સુરજને વાપરવા માટે મંગાવી રહી છે. જે શંકાના આધારે પિતા તથા તેના કાકા છત્તીસગઢથી વડોદરા આવી પહોંચ્યા હતા અને દીકરી સપનાને મળી સાથે લઈ જવાની વાત કરી હતી. પરંતુ, સપના તેના બોયફ્રેન્ડ સુરજ સાથે જ રહેવા માંગતી હતી. સપનાએ પિતા અને કાકાને વતનમાં આવવાનો સ્પષ્ટ ઇન્કાર કરી દેતા રોષે ભરાયેલા પિતા અને કાકાએ સપનાને માર માર્યો હતો અને દીકરી સપનાને વતન લઇ જવા માટે જબરજસ્તી કરવાનું શરૂ કર્યું હતું.

જેથી ગભરાઇ ગયેલી સપનાએ અભયમ ટીમને ફોન કરીને જણાવ્યું કે, મારી મરજી વિરૂદ્ધ મારા પિતા અને કાકા મને લઇ જવા માટે આવ્યા છે. પરંતુ, હું મારા બોયફ્રેન્ડ સાથે રહીને વધુ અભ્યાસ કરવા માંગુ છું. સપનાની આ ફરિયાદના આધારે બાપોદ અભયમ ટીમે મદદ કરવા માટે સપનાનો સંપર્ક કરવા માટે કાર્યવાહી હાથ ધરી હતી. અભયમ ટીમને સપના વડોદરામાં ક્યાં રહે છે, તે અંગેની કોઈ માહિતી ન હતી.

પરંતુ, મોબાઇલ ફોનના લોકેશનના આધારે ગણતરીના કલાકોમાં સપના સયાજીગંજ વિસ્તારમાં હોવાનું લોકેશન શોધી કાઢી તેની મદદે પહોંચી હતી. સપનાની મદદે પહોંચેલી અભયમ ટીમે સપના અને તેના પિતાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, સપના પિતા સાથે પરત વતન જવા માંગતી ન હતી અને પિતા પોતાની દીકરી સપનાને વતન લઇ જવા માટે જીદે ચઢ્યા હતા. અભયમ ટીમ સામે જ દીકરી અને પિતા વચ્ચે ઝપાઝપી થઇ હતી. આ દીકરી અને પિતા વચ્ચે ઉગ્ર બનેલા મામલાને જાેઇ અભયમ ટીમે સપનાને સયાજીગંજ પોલીસ મથકને સોંપી દીધી હતી.

સયાજીગંજ પોલીસે સપનાનો કબજાે લઇ આગળની કાર્યવાહી હાથ ધરી હતી. દરમિયાન પિતા સપનાને સમજાવી પોતાની સાથે વતન લઇ ગયા હતા.વડોદરામાં બોયફ્રેન્ડ સાથે રહેતી અને બેંગ્લોરમાં એમ.બી.એ. નો અભ્યાસ કરતી દીકરીએ વતન છત્તીસગઢથી લેવા માટે આવેલા પિતા અને કાકા સાથે જવાનો ઇન્કાર કરતા પિતા અને કાકાએ માર માર્યો હતો. બળજબરીથી લઇ જવા માંગતા પિતા અને કાકાથી બચવા માટે યુવતીએ અભયમ ટીમને જાણ કરતા અભયમ ટીમ મદદે પહોંચી હતી. યુવતી વતનમાં તેના પાડોશમાં રહેતા બોયફ્રેન્ડ સાથે બેંગલોર અને ચાર દિવસથી વડોદરામાં રહે છે.

Related Posts