ભાયલી ગામની સીમમાં રાત્રે મિત્ર સાથે બેસેલી સગીરા પર ગેંગરેપના આરોપીઓ પાંચ આરોપીઓના બે દિવસના રિમાન્ડ આજે બપોરે પુરા થતાં તમામ આરોપીઓને કોર્ટમાં રજૂ કરીને વધારાના ૭ દિવસના રિમાન્ડ માગવામાં આવ્યા હતા. કોર્ટે ૪ દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે. આજે બપોરે ૩ વાગ્યે બે દિવસના રિમાન્ડ પૂર્ણ થતાં પોલીસે આરોપીઓ મુન્ના અબ્બાસ બંજારા, મુમતાઝ ઉર્ફે આફતાબ સુબેદાર બંજારા, શાહરૃખ કિસ્મત બંજારા, સૈફઅલી મહેંદી હસન બંજારા અને અજમલ સતાર બંજારાને કોર્ટમાં રજૂ કર્યા હતા અને સાત દિવસના રિમાન્ડ માગ્યા હતા. પોલીસે વધારાના રિમાન્ડ માટે કારણો રજૂ કર્યા હતા કે બે દિવસના રિમાન્ડ દરમિયાન આરોપીઓએ કોઇ વિગતો આપી નથી.
રીઠા ગુનેગારની જેમ વિગતો છુપાવી રહ્યા છે. પુછપરછમાં સહયોગ આપતા નથી. આરોપીઓના મેડિકલ ચેકઅપમાં, આરોપી પિડિતાનો ફોન લુટીને લઇ ગયા હતા તે શોધવામાં અને ગુનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં બે દિવસનો સમય પસાર થઇ ગયો છે. ઊંડાણપૂર્વકની તપાસ બાકી છે. મોબાઇલ ફોન કોની પાસે છે તેની વિગતો આરોપીઓ એકબીજા ઉપર ઢોળી રહ્યા છે. જ્યારે શાહરૃખ બંજારાએ કહ્યું હતું કે વડસર નજીક વિશ્વામિત્રી નદીમાં ફેંક્યો છે. તે સ્થળે શોધખોળ કરી પરંતુ મોબાઇલ મળ્યો નથી. પ્રબળ શંકા છે કે ફોન શાહરૃખે છુપાવ્યો છે. ફોનનું સીમકાર્ડ કાઢીને છાણી રામાકાકની દેરી પાસે ફેંક્યુ હોવાનું આરોપી કહી રહ્યા છે તો તેની શોધખોળ બાકી છે.
સૈફઅલી પાસેથી ગુનામા વપરાયેલ બાઇક કબજે કરવામાં આવ્યુ છે પરંતુ તેના દસ્તાવેજાે નથી એટલે આ બાઇક ચોરીનું છે કે કોઇની પાસેથી પડાવીને લીધુ છે તે તપાસ કરવાની બાકી છે. આરોપીઓ ભાગતા ફરતા હતા ત્યારે તેનો આશરો આપનાર કોણ હતુ ? તેઓ કોના સંપર્કમા હતા વગેરે બાબતની તપાસ બાકી છે. બે દિવસના રિમાન્ડ દરમિયાન પોલીસે આરોપીઓને પુછ્યુ કે રાત્રે ભાયલી વિસ્તારમાં નીકળવાનું કારણ શું હતું. તો આરોપીઓએ કહ્યું હતું કે ગરબા જાેવા માટે નીકળ્યા હતા. પરંતુ પોલીસે પાંચ આરોપીઓના મોબાઇલના તે દિવસના લોકેશન ટ્રેસ કરતા જાણવા મળ્યુ કે આરોપીઓે જે વિસ્તારોમા ફર્યા હતા તે રૃટ ઉપર એક પણ ગરબા ગ્રાઉન્ડ આવતુ નથી. જેનાથી પોલીસને પ્રબળ શંકા છે કે પૂર્વ આયોજીત કાવતરુ કરીને અથવા તો કોઇના દોરી સંચારથી આરોપીઓ શીકારની શોધમાં જ નીકળ્યા હશે. આરોપી જે રીતે પોલીસને ગોળગોળ ફેરવે છે તેના પરથી પણ પોલીસને લાગી રહ્યું છે કે ભૂતકાળમાં આ નરાધમોએ ગેંગરેપ જેવા અન્ય ગંભીર ગુનાઓને અંજામ આપ્યો હોઇ શકે.
Recent Comments