fbpx
ગુજરાત

વડોદરામાં ફરી કોમી અથડામણ, ગણેશજીની આગમન યાત્રા પર મુસ્લિમોએ પથ્થરમારો કર્યો

ગણપતિ ઉત્સવને હવે ગણતરીના દિવસો છે, ત્યાં વડોદરામાં પથ્થરમારાની ઘટના બની છે. ગુરુવારે રાત્રે વડોદરામાં શ્રીજીની આગમન યાત્રા પર પથ્થરમારો થયો હતો. શહેરના ગોરવા મધુનગર રોડ પર આ ઘટના બની હતી. ડીજે સાથે વાજતે ગાજતે જતી શ્રીજીની આગમન યાત્રા પર વિધર્મીઓએ પથ્થરમારો કર્યો હતો. આ જૂથ અથડામણ બાદ વડોદરા શહેર પોલીસ દોડતી થઈ છે.

પ્રાપ્ત માહિતી અનુસાર, ગત રાતના રોજ વડોદરાના ગોરવા મધુનગર રોડ પર શ્રીજીની આગમન યાત્રા નીકળી હતી. આ સમયે કેટલાક લોકો દ્વારા શ્રીજીની સવારી પર પથ્થરમારો કરાયો હતો. પથ્થરમારો થતાં નાસભાગ મચી હતી. બંને જૂથના ટોળાએ સામસામે પથ્થરમારો કરતાં સ્થિતિ વધુ વણસી હતી. જૂથ અથડામણમાં અનેક વાહનો તોડવામાં આવ્યા હતા. જેના બાદથી સમગ્ર વિસ્તારમાં અજંપાભરી શાંતિ જાેવા મળી છે. જાેકે, ચોંકાવનારી બાબત એ છે કે, પોલીસનો બંદોબસ્ત હોવા છતાં પથ્થરમારાની ઘટના બની હતી. પોલીસના ઉચ્ચ અધિકારીઓએ સ્થળ પર પહોચી સ્થિતિને કાબૂમાં લીધી હતી. ઘટના બાદ વિસ્તારમાં અજંપાભરી શાંતિ જાેવા મળી છે.

Follow Me:

Related Posts