વડોદરામાં બસમાં બોલાચાલી થતાં સીટી બસના ડ્રાઇવરે તીક્ષ્ણ હથિયાર કાઢી ગળામાં મારી દીધુ, ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ દાખલ

રાજ્યમાં આજે ભારે સુરક્ષા વચ્ચે તલાટી કમ મંત્રીની પરીક્ષા યોજાઇ, આ દરમિયાન વડોદરામાંથી એક અનિચ્છનીય ઘટના સામે આવી છે, અહીં એક સીટી બસના ડ્રાઇવરે અમદાવાદથી તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા માટે આવેલા એક પરીક્ષાર્થી પર હુમલો કરી દીધો હોવાના સમાચાર છે. માહિતી પ્રમાણે, અમદાવાદથી સાહિલ રાઠોડ નામનો યુવાન તલાટી કમ મંત્રીન પરીક્ષા આપવા માટે વડોદરા પહોંચ્યો હતો. અહીં સીટી બસના દ્વારા સાથે બોલાચાલી થઇ જતાં બાદમાં ડ્રાઇવરે તેને ગાળાના ભાગે એક તીક્ષ્ણ હથિયારથી હુમલો કર્યો હતો. તલાટી કમ મંત્રીની પરીક્ષા આપવા આવેલો ઉમેદવાર સાહિલ રાઠોડ અમદાવાદના બાપુનગરથી
આજે પરીક્ષા આપવા માટે વડોદરા આવ્યો હતો. તે વાઘોડિયા પારુલ યૂનિવર્સિટી સુધી સીટી બસમાં જઈ રહ્યો હતો, લગભગ સવારે ૧૦ઃ૪૫ વાગ્યાની આસપાસ વડોદરા પહોંચ્યા બાદ સાહિલ વડોદરાથી વાઘોડિયા સીટી બસમાં જઈ રહ્યો હતો. આ દરમિયાન બસના ડ્રાઈવર સાથે બોલાચાલી થઇ હતી અને ડ્રાઈવરે તીક્ષ્ણ હથિયારથી સાહિલ રાઠોડના ગળાના ભાગે ઘા કરી દીધો હતો. તીક્ષ્ણ હથિયારથી અચાનક હુમલો થતાં સાહિલ રાઠોડ ગંભીર રીતે ઘાયલ થઇ ગયો હતો અને બાદમાં તેને સારવાર માટે એસ.એસ.જી હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો. આ સમગ્ર ઘટના બાદ સયાજીગંજ પોલીસ મથકમાં આ બનાવ અંગે સીટી બસના ડ્રાઇવર વિરુદ્ધ ફરિયાદ નોંધાઇ હતી.
Recent Comments