વડોદરામાં બિઝનેસ પાર્ટનરે ૧ કરોડ ૯૧ લાખ જાણ બહાર ઉપાડી લેતા ફરિયાદ
વડોદરાના સયાજીગંજમાં નટરાજ ટાઉનશીપમાં રહેતા સુનીલ દત્તુભાઇ ભાલેકરે ત્રણ મહિના પહેલા રોનક પ્રવિણભાઇ પટેલ (રહે. ડ્રીમ આત્મન, વડસર, વડોદરા) સાથે સોફ્ટવેર કન્સલ્ટીંગ માટે થીંક ટેન્ક યુનિવર્સલ નામે ભાગીદારી પેઢી શરૂ કરી હતી. આ પેઢીની મુખ્ય ઓફિસ વડોદરાના અક્ષર ચોક સ્થિત સિગ્નેટ હબમાં છે. બંને આ પેઢીમાં સરખા ભાગે નફા-નુકશાનના ભાગીદાર બન્યા હતા.
દરમિયાન તેમની કંપનીને ગ્લોબેક્ષ કોર્પોરેશન તરફથી સોફ્ટવેર કન્સલ્ટિંગનો આર્ડર મળ્યો હતો. જેના એડવાન્સ પેટે ૨ કરોડ ૮૯ લાખ ૩૦ હજાર કંપનીના બેંક ખાતામાં જમા થયા હતા. જાે કે પાર્ટનર રોનક પટેલે સુનીલ ભાલેકરની જાણ બહાર બેંક ખાતામાંથી ટ્રાન્જેક્શન કરીને ૧ કરોડ ૯૧ લાખ ૫૦ હજાર ઉપાડી લીધા હતા. તેમજ ઓફિસ આવવાનું બંધ કરી દીધુ હતું.
જેથી આ મામલે સુનીલ ભાલેકરે પાર્ટનર રોનક પટેલ સામે છેતરપીંડી આચર્યાની ફરિયાદ નોંધાવી છે.શહેરના અક્ષર ચોક વિસ્તારમાં થીંક ટેન્ક યુનિવર્સલ નામથી ભાગીદારી પેઢી ધરાવતા પાર્ટનરે અન્ય ભાગીદારની જાણ બહાર બેંક ખાતામાંથી ૧ કરોડ ૯૧ લાખ ૫૦ હજાર રૂપિયા ઉપાડી છેતરપિંડી આચર્યાની ફરિયાદ જે.પી. રોડ પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે.
Recent Comments