fbpx
ગુજરાત

વડોદરામાં બે ટ્રક વચ્ચે અકસ્માત થતા કેબિનમાં ડ્રાઇવર ફસાયો

તરસાલી બાયપાસ પાસે આજે સવારે બે ટ્રક વચ્ચે અકસ્માત થતા એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. ફાયરબ્રિગેડના સ્ટાફે ઘટના સ્થળે દોડી જઇ ડ્રાઇવરને બહાર કાઢી સારવાર માટે મોકલી આપ્યો હતો. બનાવની વિગત એવી છે કે, આજે વહેલી સવારે છ વાગ્યાના અરસામાં તરસાલી બાયપાસ હાઇવે પર બે ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો.અકસ્માતના પગલે એક ટ્રકનો ડ્રાઇવર કેબિનમાં ફસાઇ ગયો હતો. જે અંગે ફાયરબ્રિગેડને જાણ કરવામાં આવતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો. કેબિનમાં ફસાયેલા ડ્રાઇવર રાજુને બહાર કાઢી સયાજી હોસ્પિટલમાં સારવાર માટે મોકલી આપવામાં આવ્યો હતો. ડ્રાઇવરને પેટ, છાતી અને ડાબા ઘૂંટણ પર ઇજા થઇ હતી.દર્દીની હાલત સુધારા પર છે.વહેલી સવારે હાઇવે પર અકસ્માત થતા વાહનોની લાંબી કતારના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. પોલીસે ઘટના સ્થળે જઇ ટ્રાફિક હળવો કરી વાહન વ્યવહાર રાબેતા મુજબ કરાવ્યો હતો.

Follow Me:

Related Posts