વડોદરાના અક્ષર ચોક વિસ્તારમાં એક બિલ્ડિંગમાં સ્પા સેન્ટરની આડમાં ચાલતા કૂટણખાનાને પોલીસે ઝડપી પાડી નવ યુવતીઓને છોડાવી છે અને મેનેજરને ઝડપી પાડયો છે. અક્ષર ચોક ખાતેના ધ પાર્ક બિલ્ડીંગના બીજા માળે બુદ્ધા સ્પા એન્ડ મસાજ સેન્ટરમાં દેહ વ્યાપાર ચાલી રહ્યો હોવાની વિગતો મળતા જે.પી.રોડ પોલીસની ટીમે ગઈકાલે સાંજે એક બોગસ ગ્રાહકને મસાજ માટે મોકલ્યો હતો.
બોગસ ગ્રાહકે મિસ કોલ કરતા જ લેડીઝ પોલીસ સાથે પોલીસની ટીમે મસાજ સેન્ટરમાં છાપો માર્યો હતો. પોલીસે બોગસ ગ્રાહક વાળા રૂમમાંથી એક યુવતીને કઢંગી હાલતમાં ઝડપી પાડી હતી. આ યુવતી પાસે પર્સમાંથી કોન્ડોમના ત્રણ પેકેટ પણ મળી આવ્યા હતા. જ્યારે બીજા એક રૂમમાં બેઠેલી ૮ યુવતીઓને છોડાવી હતી. પોલીસે સ્પા ના સંચાલક મિતેશ પ્રિતેશ પ્રમોદ ભાઈ મિસ્ત્રી રહે જય નારાયણ સોસાયટી રણોલી અને ઝડપી પાડી બોગસ ગ્રાહકે ચૂકવેલા રૂ ૭,૦૦૦ સહિત રોકડા રૂ ૨૨,૦૦૦ અને ૨ મોબાઈલ કબજે કર્યા હતા.
પોલીસની તપાસમાં બુદ્ધા ઇન્ટરનેશનલ સ્પાના મૂળ માલિક કમલેશ શંકરલાલ ચંદાણી રહેલ ગોંડલ હોવાનું અને તેમણે સ્પા એન્ડ વેલનેસ સેન્ટરના નામે કોર્પોરેશનમાંથી નોંધણી કરાવી હોવાની વિગતો બહાર આવી હતી. તેમણે નજીકના સ્પેલિંગ એપાર્ટમેન્ટમાં યુવતીઓને રાખવાની વ્યવસ્થા પણ કરી હોવાની વિગતો બહાર આવી છે. પોલીસે કેટલા સમયથી ગોરખ ધંધો ચાલતો હતો અને બીજી કેટલીય યુવતીઓને લાવી છે તે બાબતે તપાસ હાથ ધરી છે.
વડોદરામાં મસાજની આડમાં ચાલતું કૂટણખાનું ઝડપાયું

Recent Comments