વડોદરા શહેર એક કલાનગરી છે. આ શહેરમાં તમને નાની વયના કલાકારોથી લઈને મોટી વયના કલાકારો જાેવા મળે. હાલમાં આદિત્ય ફાઈન આર્ટસ દ્વારા “રંગોના જળતરંગો -૨” નામક વૉટર કલર પેઇન્ટિંગ્સના પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે, જે સાફાના ફાઉન્ડર અને મેન્ટર રાજેન્દ્ર દિન્ડોરકરના માર્ગદર્શન હેઠળ ૧૧ કલાકારો તથા પોતાના દ્વારા તૈયાર કરવામાં આવેલ ચિત્રોનુ પ્રદર્શન પી. એન. ગાડગીલ ઍન્ડ સન્સની આર્ટ ગૅલરી ખાતે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. આ પ્રદર્શનમાં ૧૨ કલાકારો દ્વારા ૩૮ જેટલા પેઇન્ટિંગ્સ ડિસ્પ્લે કરવામાં આવ્યા છે જે ફક્ત અને ફક્ત જળ રંગોના જ રંગોથી તૈયાર કરવામાં આવ્યા છે. જેમાં કલાકારોમાં રાજેન્દ્ર દિન્ડોરકર, અવની દિન્ડોરકર, રજનીકાંત અગ્રાવત, સંદીપ જાેશી, શ્વેની દિન્ડોરકર પરમાર, રાજેશ રાઠવા, મોહિત વાચ્છાની, પ્રાચી આયરે, અલકા કરંદિકર, હર્ષ રાણા, આયુષ પટેલ, અને શિવાંગી સોલંકીએ આ પ્રદર્શનમાં ભાગ લઈ સુંદર ચિત્રો પ્રદર્શિત કર્યા છે.
આ પ્રદર્શન તારીખ ૯ એપ્રિલ, ૨૦૨૩ સુધી સવારના ૧૧ઃ૦૦ થી સૈજના ૭ઃ૦૦ દરમિયાન જાહેર જનતા નિહાળી શકે છે. માર્ગદર્શક તથા આર્ટીસ્ટ રાજેન્દ્ર દિન્ડોરકરે જણાવ્યું કે, વોટર કલર માધ્યમ ખૂબ કઠિન હોય છે. જેમાં કલાકારોને પોતાની કલા દર્શાવવાની પદ્ધતિ પર ર્નિભર હોય છે. પણ એક વખત આ માધ્યમમાં જે કલાકારનો હાથ બેસી ગયો એ પોતાના ચિત્ર થકી લોકોનું દિલ જીતી લે છે. આ પ્રદર્શનમાં મારું ગોલ્ડ મેડલ વિનિંગ પેઇન્ટિંગ પણ પ્રદર્શીત કર્યું છે જે યુરોપની કોસોવોની મ્યુઝીમ ગેલેરી માટે પસંદગી પામેલું છે. આ પ્રદર્શનમાં ૧૬ વર્ષથી લઈને ૫૯ વર્ષ સુધીના કલાકારો એ ભાગ લીધો છે.
Recent Comments