ગુજરાત

વડોદરામાં યુવાને વિદ્યાર્થિનીને દુષ્કર્મની ધમકી આપી, વિદ્યાર્થિનીએ ત્રણ રોડ રોમિયો સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ કરી

કોલેજમાં અભ્યાસ કરતી યુવતીને અને તેની બહેનને રસ્તામાં બાઇક સવાર ૩ યુવાનોએ રોકી હતી. ત્રણ પૈકી એક યુવાને કહ્યું કે, ‘હું તારો રેપ કરીશ, તારી ઇજ્જતના ધજીયા ઉડાવી દઇશ’. બે બહેનોની મદદે ગયેલા તેમના બે મિત્રોને છાકટા બનેલા ત્રણ યુવાનોએ માર માર્યો હતો.

આ બનાવ અંગે વિદ્યાર્થિનીએ ત્રણ રોડ રોમિયો સામે હરણી પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા પોલીસે કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે યુવતીની ફરિયાદના આધારે ત્રણેય યુવાનો સામે ગુનો દાખલ કરી તેઓની ધરપકડના ચક્રો ગતિમાન કર્યાં છે. ત્રણ યુવાનો ઝડપાયા બાદ અન્ય વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય તેમ નથી. આ બનાવે ખોડિયારનગર વિસ્તારમાં ચકચાર જગાવી મૂકી હતી.

Related Posts