વડોદરામાં યુવાન જબરજસ્તી સબંધ રાખવા ધમકી આપતા પરિણીતાએ પોલીસ મથકમાં યુવક સામે ફરિયાદ નોંધાવી
વડોદરાના તરસાલી વિસ્તારમાં રહેતી પરિણીતાને ઇન્સ્ટાગ્રામ પર એક યુવાન સાથે મિત્રતા થઈ હતી. મિત્રતા થયા બાદ તેઓ એકબીજાને મેસેજ કરતા હતા. મેસેજથી આગળ વધી બંને અવાર-નવાર મળતા હતા. એક દિવસ બંને હાઇવે ઉપર હોટલ ખાતે મળ્યા હતા. તે સમયે યુવાને પરિણીતા સાથેના અંગત પળોના ફોટા પાડી લીધા હતા. આ દરમિયાન પરિણીતાએ સંબંધ ઉપર પૂર્ણવિરામ મૂકવાની વાત કરતા યુવાને પરિણીતાને તેના પતિને ફોટા બતાવી દેવાની ધમકી આપી સબંધ બાંધવા મજબૂર કરતો હતો. આ અંગે પરિણીતાએ યુવાનની માતાને ફરિયાદ કરતા તેઓએ પુત્રને સમજાવવાના બદલે પુત્ર સાથે સંબંધ રાખવા માટે દબાણ કર્યું હતું. પરિણીતા પાસે કોઇ રસ્તો ન રહેતા આખરે મકરપુરા પોલીસ મથકમાં યુવાન અને તેની માતા સામે ફરિયાદ નોંધાવી હતી.
Recent Comments