વડોદરા માંડવી વિસ્તારમાં રાતે લારી પર નાસ્તો લેવા ગયેલા યુવક સાથે પૈસાની ચૂકવણી બાબતે તકરાર થતા યુવક પર હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે વાડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. માંડવી રાજપુરાની પુરમાં રહેતો સરફરાજ અનવર ભાઈ શેખ આજવા રોડ પર નોનવેજ ની લારી પર કામ કરે છે. વાડી પોલીસ સ્ટેશનમાં તેણે ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, રાત્રે સાડા દશ વાગ્યે હું જમનાબાઈ હોસ્પિટલના ખાંચામાં નોનવેજની લારી પર જમવાનું લેવા માટે ગયો હતો. મેં લારી પર પાર્સલ કરવાનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડર તૈયાર થતા હું પૈસા આપતો હતો . તે દરમિયાન લારી પર ઊભેલા ફરાજ કોફી વાલાએ મને કહ્યું કે, તું પૈસે કો રહેને દે. નહીં દેગા તો ચલેગા. જેથી, મં તેને કહ્યું હતું કે, મેં કોઈ લુખા નહીં તુમ મેરે પાસ પૈસા લેલો. મારી વાત સાંભળીને ફરાજે ઉશ્કેરાઈને મને ગાલ પર થપ્પડ મારી દીધી હતી. ફરાર સાથેના શાહનવાજ ઉર્ફે બાબા તથા શાહરૃખે પણ મારી સાથે ઝઘડો કર્યો હતો . લારી પાસે પડેલી લાકડી વડે મને માર મારતા હું ત્યાંથી નીકળી ગયો હતો.
વડોદરામાં રાતે લારી પર જમવાનું લેવા ગયેલા યુવક પર હુમલો થયો


















Recent Comments