ગુજરાત

વડોદરામાં રેમડેસીવીર ઇન્જેક્શનની કાળા બજારી કરતા ૩ ઝડપાયા

કોરોનાના કેસમાં છેલ્લા ઘણા દિવસથી ઘટાડો નોંધાયો છે. તો કોરોનામાં રેમડેસીવીર ઇન્જેક્શન કારગત સાબિત થયા હતા. તો રેમડેસીવીર ઇન્જેક્શનની પણ અછત સર્જાઈ હતી. આ વચ્ચે ઘણા લોકો કાળાબજારી પણ કરતા હતા.

એક તરફ હાલમાં ચાલી રહેલા કોરોના મહામારી વચ્ચે આરોગ્યલક્ષી સેવાઓ ના મળવાને લઈ કેટલાક દર્દીઓ જીવ ગુમાવી રહ્યા છે તો બીજી તરફ કોરોનાકાળમાં દર્દીઓ માટે સંજીવની સમાન રેમડેસીવીર ઈન્જેક્શનની કાળાબજારી કરતા શખ્સો પોલીસ સકંજામાં આવ્યા છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રેમડેસીવીર ઇન્જેક્શન મજબૂર દર્દીઓને વેચી કાળી કમાણી કરતાં કાળા બજારીયા પર વધુ એક વાર કાર્યવાહી થઈ છે. આ વખતે ક્રાઇમબ્રાન્ચે છટકું ગોઠવીને આરોપીઓની ધરપકડ કરી છે.

વડોદરા ક્રાઇમ બ્રાન્ચે રેમડેસીવીર ઇન્જેક્શનની કાળાબજારી કરતા ૩ લોકોને ઝડપી પાડયા છે. વડોદરા ક્રાઇમ બ્રાન્ચએ જીએમઇઆરએસ ગોત્રી મેડિકલ કોલેજના ઓક્સિજન પ્લાન્ટના ઓપરેટર, ગોત્રી મેડિકલ કોલેજના સર્વન્ટ અને કોન્ટ્રકટ હેઠળ કામ કરતી મહિલાની રેમડેસીવીર ઇન્જેક્શન મામલે ધરપકડ કરી છે. રેમડેસેવીર ઇન્જેક્શન ૧૪ હજારમાં લાવી ૧૫ હજારમાં વેચવામાં આવતું હતું. વડોદરા ક્રાઇમ બ્રાન્ચને આ મામલે જાણ થતા ડમી ગ્રાહક મોકલી છટકું ગોઠવી પર્દાફાશ કર્યો હતો.
એક બાજુ રેમડેવિસિવર ઈન્જેક્શનની અછત વર્તાઈ રહી છે. દર્દીઓના સગા પણ દરદર ભટકીને ઇંજેકશન શોધી રહ્યા છે, પરંતુ એમ છતાં પણ તેનો ઉકેલ આવી રહ્યો નથી. ત્યા આવી કપરી સ્થિતીનો લાભ ઉઠાવીને કેટલાક શખ્સો રુપિયા કમાઈ લેવાના સમય તરીકે ઉપયોગ કરી રહ્યા છે.

Follow Me:

Related Posts