fbpx
ગુજરાત

વડોદરામાં વધુ એક રોમિયોની શી ટીમે ધરપકડ કરી

વડોદરા શહેરના નવાપુરા પોલીસ સ્ટેશનના પીઆઇ જે. કે. મકવાણાની સૂચના અનુસાર નોડલ અધિકારી પીએસઆઇ એલ.એ. ભરગાએ નવાપુરા શી ટીમની મદદ લઇ પોલીસ સ્ટેશન વિસ્તારમાં ડીકોઇ રાખવામાં આવી હતી. આ દરમિયાન શી ટીમના એલઆરડી સરસ્વતીબેન, એલ.આર.ડી. અર્ચનાબેન પેટ્રોલિંગમાં હતા. તે સમયે તેઓને માહિતી મળી હતી કે, ખંડેરાવ શાકમાર્કેટ પાસે એક યુવાન શાકભાજી લેવા માટે આવતી યુવતીઓ-મહિલાઓ સામે જાેઇ બિભત્સ ચેનચાળા કરી રહ્યો છે. શી ટીમને માહિતી મળતા જ ટીમ તુરંત જ સ્થળ પર પહોંચી ગઇ હતી અને વોચ ગોઠવી દીધી હતી. જેમાં એક યુવાન યુવતીઓ અને મહિલાઓ સામે જાેઇ ચેનચાળા કરી રહ્યો હતો. જેથી શી ટીમે તેને દબોચી લીધો હતો.

ઝડપાયેલા યુવાનને પોલીસ સ્ટેશનમાં લઇ જઇ પૂછપરછ કરતા તે નાગરવાડા નવીધરતી ગોલવાનો રોનક રમેશભાઇ સોની (ઉં.૩૬) હોવાનું બહાર આવ્યું હતું. પોલીસે તેની સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.વડોદરા શહેરના ખંડેરાવ શાકમાર્કેટમાં શાકભાજી ખરીદવા માટે આવતી મહિલાઓ સામે જાેઇને બિભત્સ ચેનચાળા કરતા નાગરવાડાના યુવાનને નવાપુરા પોલીસ મથકની શી ટીમે ઝડપી પાડ્યો હતો અને આ મામલે કાર્યવાહી હાથ ધરી છે. નોંધનીય છે કે, વડોદરા શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોની શી ટીમો અત્યાર સુધીમાં જાહેર માર્ગો અથવા અંતરીયાળ વિસ્તારોમાંથી જતી યુવતીઓ-મહિલાઓની છેડતી કરતા અનેક રોમિયોને ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts