શહેરમાં લાયસન્સ વગરની વધુ એક સિક્યુરિટી એજન્સીના સંચાલક સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી છે. પોલીસના જણાવ્યા મુજબ,વાઘોડિયા રોડ વૃન્દાવન ચાર રસ્તા પાસેની સ્ટેન્ઝા લિવિંગ હેમિલ્ટન હાઉસ નામની ગર્લ્સ હોસ્ટેલના સિક્યુરિટી ગાર્ડની તપાસ બાદ એસએમએસ એજન્સીના સંચાલક રામકિશન પ્રહલાદરામ બરોલા(ઓકલેન હાઉસ,ખટંબા પાસે,વાઘોડિયારોડની પૂછપરછ કરાઇ હતી. તેમણે સિક્યુરિટી એજન્સી અંગે પોલીસની મંજૂરી નહિં લીધી હોવાની વિગતો જણાતાં તેમની સામે પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ બદલ ગુનો નોંધી ધરપકડ કરવામાં આવી છે.
વડોદરામાં વધુ એક લાયસન્સ વગરની સિક્યુરિટી એજન્સીના સંચાલકની ધરપકડ કરવામાં આવી

Recent Comments