fbpx
ગુજરાત

વડોદરામાં વાવાઝોડાનાં કારણે ૧૫૭ વીજ થાંભલા પડવાથી ૧૫૦૦ ફરિયાદો નોધાઇ

સાંજે વાવાઝોડા સાથે પડેલા વરસાદના કારણે વડોદરા શહેરના ૪૦ ફીડરો પર વીજ પુરવઠો ખોરવાયો હતો અને પાંચ થી ૬ લાખ લોકો અંધારામાં રહ્યા હતા.કેટલાક વિસ્તારોમાં મોડી રાત સુધી અંધારપટ છવાયેલો રહ્યો હોવાથી લોકોમાં મધ્ય ગુજરાત વીજ કંપનીની કામગીરી સામે રોષની લાગણી જાેવા મળી હતી. મળતી વિગતો પ્રમાણે વીજ કંપનીને શહેર અને ગ્રામ્ય વિસ્તારોમાંથી ૧૫૦૦ જેટલી ફરિયાદો બુધવારે મળી હતી.

શહેરના અકોટા, ઈન્દ્રપુરી અને કારેલીબાગ સબ ડિવિઝન હેઠળના વિસ્તારોમાં કલાકો સુધી લાઈટો ચાલુ નહીં થતા મધરાતે લોકોના ટોળા એકઠા થયા હતા અને વિરોધ વ્યક્ત કર્યો હતો.અકોટા સબ ડિવિઝન ખાતે ભેગા થયેલા નાગરિકોનું કહેવું હતું કે, સાત વાગ્યાથી આશ્વાસન આપવામાં આવતું હતું કે, લાઈટો આવી જશે પણ મધરાત થયા પછી પણ અમારા ઘરોમાં અંધારપટ છે. ઈન્દ્રપુરી સબ ડિવિઝન ખાતે પહોંચેલા કેટલાક લોકોએ બળાપો ઠાલવતા કહ્યું હતું કે, કોલેજાેમાં પરીક્ષા ચાલી રહી છે અને કલાકો પછી પણ વીજળી આવી નથી.ફોન કરીએ છે તો કોઈ ઉઠાવતું નથી અને ઉઠાવે છે તો યોગ્ય જવાબ મળતો નથી.

Follow Me:

Related Posts