વડોદરામાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ, જનરલ કોમ્બિંગ સહિતની કાર્યવાહી કરવામાં આવે છે. જેને કારણે ગુનાખોરી કાબૂમાં હોવાના દાવાઓ કરવામાં આવે છે. જાે કે, બીજી તરફ શહેરમાં હવે પોતાના ઘર બહાર પણ બેસવું જાેખમી હોય તેવી સ્થિતિ ઊભી થઈ છે. વડોદરા શહેરના કારેલીબાગમાં અક્ષતા સોસાયટી આવેલી છે. સોસાયટીમાં વૃદ્ધા પોતાના ઘરની બહાર બેઠા હતા. ત્યારે બાઈક પર બે અજાણ્યા ઈસમોએ વૃદ્ધાના ગળામાં પહેરેલી સોનાની ચેઇન તફડાવીને ફરાર થયા હતા. અમારા ઘરની બહાર સીધી એક ગલી છે. મારા મમ્મી નિયમિત રીતે અમારા ઘરની બહાર બેસે છે. તેઓ બહાર બેઠા હતા, ત્યારે અચાનક એક બાઈક સવાર આવ્યો હતો. બાઈક સફેદ કલરની હતી, અને બાઈક પર બે લોકો સવાર હતા. તે પૈકી એક શખ્સે હેલ્મેટ પહેર્યું હતું, તો અન્યએ સ્કાર્ફ બાંધ્યું હતું. તેઓ ઓળખતા હોય તેવી રીતે મારા મમ્મી પાસે આવીને બાઈક રોક્યું હતું. ઓળખીતા હોય તેવી રીતે વર્તતા હતા. ફોન પર વાત કરતા હતા. દરમિયાન મારા મમ્મી બેઠા હતા ત્યાં બાઈક પાછળ બેઠેલા વ્યક્તિએ સોનાની ચેઇન ખેંચી લીધી અને બાઈક ચાલુ કરી ને જતા રહ્યા.
તે લોકોએ મારા મમ્મી પાસે બાઈક ઉભી રાખીને પછી ચેઇન તફડાવીને આગળના રસ્તેથી જતા રહ્યા છે. આ બનાવ અંગે કારેલીબાગ પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. ફરિયાદના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે. પોલીસે આ બનાવનો ભેદ ઉકેલવા માટે સીસીટીવી ફૂટેજ મેળવી તપાસ કવાયત હાથ ધરી છે. આ બનાવે સોસાયટી સહિત આસપાસની સોસાયટીમાં ચકચાર જગાવી મુકી છે. આ બનાવે રાત્રે એકલા ઘરની બહાર બેસતા વૃદ્ધોમાં ગભરાટ ફેલાવી દીધો છે.વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં પોતાના ઘર બહાર બેઠેલી વૃદ્ધાના ગળામાંથી સોનાની ચેઇન તોડીને બે અજાણ્યા બાઈક સવાર ફરાર થયા ગયા હતા. આ બનાવની જાણ કારેલીબાગ પોલીસને થતાં કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે ચેન સ્નેચરોને ઝડપી પાડવા માટે સીસીટીવી ફૂટેજ મેળવીને તપાસ શરૂ કરી છે.
Recent Comments