fbpx
ગુજરાત

વડોદરામાં વેપારીઓને દુકાનો ખાલી કરવા લાકડીઓ લઈને ઈસમો આવ્યા

વડોદરા શહેરના વારસિયા રીંગ રોડ ઉપર રહેતા રાજેશભાઈ પારવાણી કિશનવાડી ચાર રસ્તા ખાતે ફર્નિચરની દુકાન ધરાવે છે. નવઘણ ભરવાડ, ઝાલા ભરવાડ સહિત અન્ય ચાર ઈસમો ડાંગો લઇ તેઓની દુકાન ઉપર ધસી ગયા હતા. ત્યાં જઈ જણાવ્યું હતું કે, આ અમારી મિલકત છે. તમારા મકાનનું રીનોવેશન બંધ કરો. દરમિયાન, વેપારી રાજેશભાઈએ પૂરાવાની માંગણી કરતા ઉશ્કેરાયેલા ઉપરોક્ત શખ્સોએ જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

બીજા બનાવમાં આજવા રોડ ઉપર રહેતા મહેશભાઈ પરમાર ઘર આંગણે હાર્ડવેરની દુકાન ધરાવે છે. તેમનો પુત્ર દુકાને હાજર હતો તે સમયે નવઘણ ભરવાડ, ઝાલા ભરવાડ, ગોવિંદ ભરવાડ સહિત અન્ય બે શખ્સો હાથમાં લાકડીઓ સાથે ધસી આવ્યા હતા. અને અપશબ્દો બોલી તાત્કાલિક દુકાન ખાલી કરી બંધ કરવાની ચીમકી આપી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. વધુમાં આરોપીઓએ ધમકાવ્યા હતા કે અમારી ઉપર ઘણા કેસ છે. તમારો એક કેસ વધશે તો કોઈ ફરક નહીં પડે. તેવી જ રીતે આજવા રોડ પર રહેતા કલ્પેશભાઈ પંડ્યા જનકલ્યાણ સોસાયટી ખાતે પ્રોવિઝન સ્ટોર ધરાવે છે. નવઘણ ભરવાડ, ઝાલા ભરવાડ અને ગોવિંદ ભરવાડ હાથમાં ડાંગ લઇ તેમની દુકાને ઘસી ગયા હતા.

અને ધમકી આપી હતી કે, પાણીની નવી પાઇપ લાઇન નાખવાનું કામ બંધ કરાવી દે. તારા મકાનમાં અમે ગેરકાયદેસર પ્રવેશ કરી કબજાે કરીશું.આજવા રોડ.ઉપર માથું ઉચકનાર આ ભરવાડો સામે વેપારીઓએ અલગ અલગ બાપોદ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે ફરિયાદના આધારે ગુનો દાખલ કરી ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.વડોદરાના આજવા રોડ પર આવેલી જનકલ્યાણ સોસાયટીમાં દુકાનો શરૂ કરનાર ત્રણ વેપારીઓને ડાંગો(લાકડીઓ) સાથે ઘસી આવેલી ભરવાડ ટોળકીએ અપશબ્દો બોલી જગ્યા ખાલી કરવા જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર મચી જવા પામી છે. આ બનાવ અંગે બાપોદ પોલીસે ત્રણ અલગ-અલગ ફરિયાદ નોંધી ટોળકી પૈકીના સાત શખ્સોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.

Follow Me:

Related Posts