સરકાર દ્વારા કોરોનાની ગાઇડલાઇનનો અમલ કરાવી રહેલા તંત્રની બેધારી નીતિ જાેવા મળી રહી હતી. વડોદરા શહેરમાં કોરોનાના કેસો વધતા કોર્પોરેશન દ્વારા ૩ અઠવાડિયાથી બજાર બંધ કરાવવામાં આવતુ હતું. બજાર ભરાતા કોર્પોરેશને સામાન જપ્ત કરી બજાર બંધ કરાવતા રોષે ભરાયેલી વેપારી મહિલાઓએ રોડ ઉપર બેસી કોર્પોરેશન વિરુદ્ધ સૂત્રોચ્ચારો કરી હોબાળો મચાવ્યો હતો અને એક સામાજિક કાર્યકરે કોર્પોરેશનની કચેરી બહાર શુક્રવારી બજાર ભરવાની મંજૂરી આપવાની માંગ સાથે ચીમકી ઉચ્ચારી હતી.
કોર્પોરેશન દ્વારા સતત સતત ૩ શુક્રવાર સુધી પોલીસ બંદોબસ્ત સાથે બજારમાં કાર્યવાહી કરી સામાન જપ્ત કરી બજાર બંધ કરાવતા તંત્રની કોરોનાને લઈ બેધારી અપનાવવામાં આવી રહેલી નીતિ સામે વેપારીઓમાં રોષ ભભૂકી ઉઠ્યો હતો. કોરોનાના કેસ વધતા પાલિકા દ્વારા છેલ્લા ત્રણ સપ્તાહથી બજાર બંધ કરાવવામાં આવી રહ્યું હતું. જેને પગલે આજે ફરીથી પાથરણાવાળાઓનો મોરચો પોલિકા ખાલી પહોંચ્યો હતો. શુક્રવારી બંધ કરાવવાનો વિરોધ કર્યો હતો. જેને પગલે પાલિકાએ આજથી શુક્રવારી બજાર ખુલ્લુ રાખવાનો ર્નિણય કર્યો છે.



















Recent Comments