ગુજરાત

વડોદરામાં સયાજી હોસ્પિટલ બહાર ઓક્સિજનના સિલિન્ડર સાથે કોંગ્રેસે દેખાવો યોજ્યા

ગુજરાતની રૂપાણી સરકારના પાંચ વર્ષના પૂર્ણ થતા ભાજપ દ્વારા ઉજવણી કરવામા આવી રહી છે. તેની સામે જ્યારે કોંગ્રેસ દ્વારા પાંચ વર્ષમાં નિષ્ફળ ગયેલી રૂપાણી સરકારના લેખાં-જાેખાં પ્રજા સમક્ષ રજૂ કરી વિરોધ કરવામાં આવી રહ્યો છે. આજે કોંગ્રેસ દ્વારા “આરોગ્ય બચાવ અભિયાન” હેઠળ સયાજી હોસ્પિટલની બહાર ઓક્સિજન સિલિન્ડરોના પોષ્ટરો, સુત્રોચ્ચાર સાથેના પોષ્ટરો સાથે દેખાવો-સુત્રોચ્ચાર કર્યા હતા. રૂપાણી સરકાર વિરૂધ્ધ દેખાવો કરનાર શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત ૨૦ જેટલા કોંગ્રેસ કાર્યકરોની પોલીસે અટકાયત કરી હતી.
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારના સાસનકાળને પાંચ વર્ષ પૂર્ણ થયા છે. ત્યારે વડોદરા શહેરમા ભાજપા દ્વારા વિવિધ કાર્યક્રમો કરી ઉજવણી કરવામા આવી રહી છે. ત્યારે બીજીબાજુ વડોદરા શહેર કોંગ્રેસ દ્વારા વિરોધ પક્ષ તરીકે આ સાસનકાળ દરમિયાન તથા કોરોના કાળમા પ્રજાને પડેલી મુશ્કેલીઓને તથા તકલીફો જેવી કે રેમડેસિવિર ઇન્જેકશનની અછત , ઓક્સિજન સિલિન્ડરની અછત , વેન્ટીલેટરની અછતને લઇને વિરોધ કરવામા આવ્યો હતો. જેમા વડોદરા શહેર કોંગ્રેસ અગ્રણીઓ દ્વારા પોસ્ટર તથા બેનરો સાથે સુત્રોચ્ચાર કરીને સયાજી હોસ્પિટલની બહાર વિરોધ પ્રદર્શન કરવામા આવ્યું હતુ.

વિરોધ પ્રદર્શન દરમિયાન રાવપુરા પોલીસ દ્વારા શહેર કોંગ્રેસ પ્રમુખ પ્રશાંત પટેલ, વિપક્ષી નેતા અમી રાવત, જગો બ્રહ્મભટ્ટ, સત્યજીતસિંહ ગાયકવાડ, અમીત ઘોડીકર સહિત ૨૦ જેટલા કાર્યકરોની રાવપુરા પોલીસે અટકાયત કરી કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા અટકાયત કરાતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ પણ થયું હતું. જાેકે, પોલીસે બળનો પ્રયોગ કરીને મોટા ભાગના તમામ કાર્યકરોની અટકાયત કરી કોંગ્રેસના કાર્યક્રમ ઉપર પૂર્ણ વિરામ મુકી દીધું હતું.

Related Posts