વડોદરામાં સ્વામિનારાયણ મંદિરના તાળા બદલવા મુદ્દે મારામારી, એકનું મોત
વડોદરાના છાણી વિસ્તારમાં સ્વામિનારાયણ મંદિરના વહીવટ થયેલી મારામારીમાં એક વ્યક્તિનું મોત થઈ ગયું છે. મંદિરના સબ કમિટીના સભ્ય અને ગામના અન્ય લોકો વચ્ચે તાળા બદલવા મુદ્દે મારામારી થતા દિનેશ પરસોત્તમ પરમાર નામના વ્યક્તિનું મોત થયું છે. મંદિરના સબ કમિટીના સભ્યોનો દાવો છે કે છેલ્લા ઘણા વર્ષોથી કેટલાક અસામાજિક તત્વોએ મંદિર પર ગેરકાયદે કબ્જાે જમાવી રાખ્યો છે. તેમની સામે નાયબ કલેક્ટરની કોર્ટમાં કેસમાં ચાલતા વડતાલ મંદિરની તરફેણમાં આવ્યો ચુકાદો આવ્યો હતો. મંદિરની સબ કમિટીના સભ્યો તાળા બદલવા જઈ રહ્યા હતા. આ દરમિયાન કેટલાક શખ્સોએ હુમલો કર્યો હતો. હુમલો કરનારા લોકોમાં દિનેશ મિસ્ત્રી, જયંત ચૌહાણ, જયંતિ પરમાર, રમેશ પરમાર અને બીજા ૫ શખ્સોએ હુમલો કર્યાનો સબ કમિટીના સભ્યનો આક્ષેપ છે.
Recent Comments