વડોદરામાં રામનવમીની શોભાયાત્રામાં પથ્થરમારાની ઘટના બાદ વડોદરા પોલીસ એલર્ટ મોડમાં આવી ગઇ છે અને હવે શહેરમાં ફરીથી પથ્થરમારાની ઘટના ન બને તે માટે વડોદરામાં ખાસ સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. ત્યાં જ હનુમાન જયંતિ પહેલા સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનથી પેટ્રોલિંગ શરૂ કરી દેવામાં આવ્યું છે. વડોદરામાં રામનવમીના દિવસે શોભાયાત્રા પર પથ્થરમારાની ઘટનાનાં મૂળ સુધી પહોંચવા માટે જીૈં્ની રચના કરવામાં આવી છે. આ ઘટના કોના ઈશારે થઈ, ઘટના પાછળ કોનો દોરી સંચાર હતો એ તમામ ઘટનાક્રમ અંગે તપાસનો ધમધમાટ શરૂ છે. તપાસના આ ધમઘમાટ વચ્ચે ગુરુવારે હનુમાન જયંતિ હોવાથી શહેર પોલીસ એલર્ટ થઈ ગઈ છે. વડોદરા પોલીસ કમિશનરે શહેરની સુરક્ષા માટે ઉચ્ચસ્તરીય બેઠક યોજી હતી.
જેમાં એડિશનલ પોલીસ કમિશર, ડ્ઢઝ્રઁ, છઝ્રઁ સહિતના ઉચ્ચ પોલીસ અધિકારીઓ હાજર રહ્યા હતા. જેમાં હનુમાન જયંતિએ નીકળનારી ૪ શોભાયાત્રાઓમાં તકેદારી રાખવાની સૂચના આપવામાં આવી હતી. પોલીસ કમિશનરે ડ્રોન કેમેરા, બોડી વોર્ન કેમેરા ઝ્રઝ્ર્ફ સર્વલન્સ વેનનો મહત્તમ ઉપયોગ કરવાનો આદેશ આપ્યો હતો. સાથે જ શોભાયાત્રાના રૂટ પર અને સંવેદનશીલ વિસ્તારોમાં પેટ્રોલિંગ વધારવાની સૂચના અપાઈ હતી. પોલીસ કમિશનરના આદેશને પગલે શહેરના અતિ-સંવેદનશીલ વિસ્તારોમાં પોલીસ દ્વારા ડ્રોનથી ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. ધાબા પર પથ્થર કે અન્ય વસ્તુ છે કે નહીં જાેવા માટે ડ્રોન કેમેરાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોનની મદદથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું.
Recent Comments