૫ જુલાઈએ દિકરી ટ્યુશનમાં જવાનું કહેતા માતાએ ટ્યુશનમાં જવાની ના પાડી દિધી હતી. જેથી દિકરી ઘરની પાછળના દરવાજાથી કોઈને કહ્યા વગર નિકળી ગઈ હતી. પરિવારે શોધખોળ હાથ ધરતા તે માંજલપુરના અલવાનાકા પાસેથી મળી હતી. પરિવારે પૂછતા તેણે જણાવ્યું કે, દોઢ-બે વર્ષથી તે માંજલપુરના લઘુમતી કોમના છોકરા સાથે મિત્રતા ધરાવે છે અને જુન-૨૦૨૧માં તે સોમાતળાવ મિત્રના ઘરે લઈ ગયો હતો. ત્યાં તેને લગ્ન કરવાનું કહી શારીરીક સંબંધ બાંધ્યો હતો. આ ઉપરાંત પાંચ-છ મહિના પહેલા પણ બીજી વખત શારીરીક સંબંધ બાંધ્યો હતો. જુન-૨૦૨૨માં ટ્યુશન ક્લાસ શરૂ થતા જ સગીર દરરોજ શારીરીક સંબંધ બાંધવા દબાણ કરતો હતો.
સંબંધ ન બાંધે તો તે સગીરાને તેના પિતા અને ભાઈને મારી નાંખવાની ધમકી પણ ઉચ્ચારતો હતો. જ્યારે ૫ જુલાઈના રોજ ઘરેથી નિકળી સગીરા સગીરને મળવા જતી હોવાનું જણાવ્યું હતું. દિકરીના મોઢે આ વાત સાંભળી પરીવાર સ્તબ્ધ થઈ ગયો હતો અને વિધર્મી સગીર સામે પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.માંજલપુર વિસ્તારમાં હિંદુ ધર્મની સગીરાને લઘુમતી કોમના સગીરે લગ્નની લાચલે ભગાડી મિત્રના ઘરે શારીરીક સંબંધ બાંધી અવાર-નવાર શારીરીક સંબંધ બાંધવા દબાણ કરી મારી નાખવાની ધમકીઓ આપતાં માંજલપુર પોલીસે વિધર્મી સગીર પર પોક્સો એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો છે. સગીરની અટકાયત કરી લેવાઇ છે, જેને બાળ સંરક્ષણ ગૃહમાં મોકલાશે તેમ માંજલપુર પીઆઇ ડી.કે વાઘેલાએ કહ્યુ હતું. માંજલપુર રહેતી ૧૬ વર્ષીય સગીરા ડિસેમ્બર-૨૦૨૧માં મોબાઈલમાં છોકરા સાથે વાત કરતા માતાએ મોબાઈલ લઈ લીધો હતો. દિકરી કોની સાથે વાત કરે છે તે તપાસતાં વિસ્તારના લઘુમતી કોમના છોકરાનું નામ નીકળ્યું હતું.
Recent Comments