fbpx
ગુજરાત

વડોદરામાં ૧૨ કરોડના ડ્રગ્સ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે ફરાર ડ્રગ્સ માફિયાની ધરપકડ કરી

૧૦ વર્ષ પહેલાં વડોદરા શહેરની સયાજી હોસ્પિટલ પાછળથી જાપ્તાની પોલીસને ચકમો આપીને વિદેશ ફરાર થઇ ગયેલા ડ્રગ્સ માફિયાની વડોદરા ક્રાઇમ બ્રાંચની ટીમ હોંગકોંગથી કબજાે મેળવીને વડોદરા પરત હતી. ર્જીંય્એ ડ્રગ્સ માફિયાનો કબજાે મેળવીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.

ક્ષી જીગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડને અમદાવાદ દ્ગઝ્રમ્ દ્વારા નાર્કોટિક્સના ગુનામાં ૨૨ નવેમ્બર-૨૦૦૮ના રોજ વડોદરાના માણેજા પાસેથી ૧૨ કરોડ રૂપિયાની કિંમતના મેથામ્ફેટામાઇન નામના ડ્રગ્સ સાથે ધરપકડ કરી હતી. તેની સાથે તેના બીજા બે સાગરીતો ગુનાશેખરણ પિલ્લાઇ તથા રવિંદ્ર કરપ્યાનાઓની પણ ધરપકડ કરી હતી. બન્ને સાગરીતો વિરૂદ્ધ અમદાવાદ દ્ગઝ્રમ્એ કરેલો કેસ કોર્ટમાં ચાલી જતા તેઓને આજીવન કેદની સજા કરવામાં આવી હતી. હાલ તેઓ સાબરમતી જેલ અમદાવાદમાં છે.

જ્યારે આરોપી ક્ષી જીંગ ફેન્ગ ઉર્ફે રીચાર્ડને વડોદરા સેન્ટ્રલ જેલમાં જ્યુડિશિયલ કસ્ટડી હેઠળ રાખવામાં આવ્યો હતો. જ્યાં તે અલગ-અલગ આરોપીઓના સંપર્કમાં આવ્યો હતો અને તેમની મદદથી કાવતરૂ રચ્યુ હતું અને ૨૮ એપ્રિલ-૨૦૧૧ના રોજ સયાજી હોસ્પિટલમાં પોલીસ જાપ્તા હેઠળ સારવાર અર્થે લઇ જતાં હોસ્પિટલના પાછળના ગેટ પાસેથી તેના સાગરીતો સાથે જાપ્તાના માણસોને ચકમો આપી ફરાર થઇ ગયો હતો. જે બાબતે રાવપુરા પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કર્યો હતો.

Follow Me:

Related Posts