વડોદરામાં ૨૨૮ કરોડના ખર્ચે બનેલા અટલ બ્રિજમાં ઠેર-ઠેર તિરાડો પડી
વડોદરા શહેરમાં આવેલો સૌથી લાંબો અટલ બ્રિજ ફરી એકવાર વિવાદમાં સપડાયો છે, ૨૨૮ કરોડના ખર્ચે બનેલા આ બ્રિજની સ્થિતિ હવે કથળી રહી છે, અને આને લઇને કૉન્ટ્રાક્ટરની કામગીરી પર અનેક સવાલો ઉભા થયા છે. વડોદરા શહેરમાં બનેલો આ સૌથી લાંબો અટલ બ્રિજ છે, આ અટલ બ્રિજ ૩ કિલોમીટર લાંબો છે, જે ગેડા સર્કલથી શરૂ થઈ મનીષા ચાર રસ્તા સુધીનો છે. અત્યારે ગેડા સર્કલથી શરૂ થતા બ્રિજની સપોર્ટની દિવાલના બ્લૉક તોડી અને રીપેરીંગની કામગીરી કરવામાં આવી રહી છે. બ્રિજ અને સપૉર્ટની દિવાલ વચ્ચેની ગેપ ના રાખાતા દિવાલોમાં મોટી મોટી સતત તિરાડો પડી રહી છે, આ કારણે કૉન્ટ્રાક્ટરની કામગીરી પર સવાલો ઉઠ્યા છે, અને વિવાદ વધુ મોટો થયો છે. હાલમાં અહીં બ્રિજ પર સપોર્ટની દિવાલ અને બ્રિજની વચ્ચેના બ્લૉક તોડીને અને ગેપ રાખવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. આ રિપેરિંગની કામગીરી હાલમાં ગેડા સર્કલથી શરૂ થતા બ્રિજ તરફ ચાલી રહી છે. ખાસ વાત છે કે, આ અટલ બ્રિજ ૨૨૮ કરોડના ખર્ચે બનેલો છે અને આને ૨૫ ડિસેમ્બરે જ ખુલ્લો મુકવામાં આવ્યો હતો. જાેકે, હવે સતત વિવાદોના ઘેરામાં આવી રહ્યો છે. આ બ્રિજના કૉન્ટ્રાક્ટરની કામગીરી ઉપર અનેક સવાલો ઉઠી રહ્યાં છે. કામગીરીમાં યોગ્ય ગુણવત્તા ના જળવાઈ હોવાથી આની આ જ રિપેરિંગની કામગીરી ફરીથી કરવામાં આવી રહી છે.
Recent Comments