fbpx
ગુજરાત

વડોદરામાં ૨૫થી વધુ સ્થળો પર ઈન્કમટેક્સના દરોડા પડ્યા

આગામી માર્ચ માસના અંત સુધીમાં નર્ધારીત લક્ષ્યાંક પૂરો કરવા માટે આવકવેરા વિભાગ દ્વારા દરોડાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે, ત્યારે આજે વડોદરાના જાણીતા બિલ્ડર ગૃપોના ભાગીદારોના સેવાસી, અલકાપુરી વિસ્તારોમાં આવેલા નિવાસસ્થાનો, વિવિધ વિસ્તારોમાં આવેલી કન્સ્ટ્રક્શન સાઇટો, તેમજ જાણીતા આર્કિટેક રૂચિર શેઠની જુના પાદરા રોડ, મનિષા ચોકડી પાસે આવેલી ઓફિસ તેમજ રેલવેના એક અધિકારી પિતા-પુત્રના નિવાસ સ્થાનો મળી ૨૫ ઉપરાંત સ્થળો ઉપર આવકવેરા વિભાગની ટીમોએ સામુહિક દરોડા પાડ્યા હતા. વહેલી સવારે આવક વેરા વિભાગની ટીમો પોલીસ બંદોબસ્ત સાથે બિલ્ડર ગૃપોના ભાગીદારો, આર્કિટેક્ટ અને રેલવે અધિકારીની નિવાસ સ્થાન અને ઓફિસોમાં ત્રાટકતા બેનામી કાળું નાણું એકઠું કરનાર બિલ્ડરો, આર્કિટેક તેમજ રેલવે અધિકારી પિતા-પુત્રને પરસેવો છૂટી ગયો હતો.

આવકવેરા વિભાગે બિલ્ડર ભાગીદારો, આર્કિટેક્ટ અને રેલવે અધિકારીના નિવાસ સ્થાન અને ઓફિસોમાંથી વાંધાજનક દસ્તાવેજાે, બેંક પાસબુકો સહિતના દસ્તાવેજાે કબજે કર્યા હતા. આવકવેરા વિભાગને દરોડા દરમિયાન બિનહિસાબી રોકડ, જર ઝવેરાત પણ હાથ લાગ્યું હોવાનું જાણવા મળ્યું હતું. જાેકે, આ અંગે આવકવેરા વિભાગ દ્વારા સમર્થન આપવામાં આવ્યું નથી. આવકવેરા વિભાગ દ્વારા વહેલી સવારથી જાણીતા બિલ્ડર ગૃપના વર્તમાન તથા પૂર્વના ભાગીદારો, આર્કિટેક રૂચિર શેઠ, કૃપેશ, મુકેશ અગ્રવાલ અને રિન્કુ નામના બિલ્ડરોના નિવાસ સ્થાનો, ઓફિસો તેમજ કન્સ્ટ્રક્શન સાઇટો સહિત ૨૫ ઉપરાંત સ્થળોએ દરોડા પાડતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. દરોડાને પગલે બેનામી આવક એકઠી કરીને બેઠેલા ધંધાદારીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો.

આ દરોડાની કામગીરી મોડી રાત સુધી ચાલે તેવી શક્યતાઓ છે અને દરોડા દરમિયાન કરોડો રૂપિયાની બિન હિસાબી આવક બહાર આવે તેવી શક્યતાઓ છે.વડોદરા શહેરમાં લાંબા સમય બાદ આવકવેરા વિભાગે બિલ્ડર ગૃપ, આર્કિટેક્ટ અને રેલવેના એક અધિકારીના નિવાસ સ્થાન, ઓફિસો અને કન્સ્ટ્રક્શન સાઇટો ૨૫ ઉપરાંત સ્થળો ઉપર પોલીસ બંદોબસ્ત સાથે સામુહિક દરોડા પાડી કાર્યવાહી હાથ ધરી હતી. આવકવેરા વિભાગ દ્વારા વહેલી સવારે દરોડા પાડતા બિલ્ડર લોબીમાં ફફડાટ વ્યાપી ગયો છે. દરોડા દરમિયાન કરોડો રૂપિયાનું બેનામી કાળું નાણું બહાર આવવાની શક્યતાઓને નકારી શકાય તેમ નથી.

Follow Me:

Related Posts