fbpx
ગુજરાત

વડોદરામાં ૩૫ વર્ષિય મહિલાને અન્ય ૬ મહિલાઓ દ્વારા શંકા રાખી માર મારતા આપઘાત કર્યો


વડોદરાના રાવપુરા પોલીસ મથકે મૃતકના પિતાએ નોંધાવેલી ફરિયાદ અનુસાર, તેમની ૩૫ વર્ષીય દીકરીના લગ્ન દાહોદ ખાતે થયા હતા. પતિ સાથે બે વર્ષથી અણબનાવ થતાં તે પિયરમાં રહેવા આવી હતી. પતિ સાથે સમાધાનની વાત ચાલી રહી છે ત્યારે ચુનારાવાડમાં રહેતા દિવ્યા બેન, ગીતાબેન, મીનાબેન તેમજ મહોલ્લાની અન્ય મહિલાઓએ ગત તારીખ ૨૫મીએ અમારા ઘરે આવીને ઝઘડો કર્યો હતો, તેમજ દિવ્યાબેને તેમના પતિ સચિન સાથે આડો સંબંધ છે તેવા આક્ષેપ કરીને મારી દીકરીને મૂઢ માર પણ માર્યો હતો. ૨૮ તારીખના રોજ મારી દીકરીએ ઝેરી દવા પી લીધી હતી. ફરિયાદને આધારે પોલીસ દ્વારા બરાનપુરા, બકરા વાડી, ચૂનારાવાસમાં રહેતા સચિનના પત્ની દિવ્યાબેન, સંતોકબેન ચુનારા, દિવ્યાની ભાભી રૂપાબેન, સચિનની સાસુ મીનાબેન, દિવ્યાની બહેન અને ગીતાબેન ચુનારા સામે ફરિયાદ દાખલ કરી હતી. પોતાની ઉપર અન્ય પુરુષ સાથેના અનૈતિક સંબંધોનો આક્ષેપ મૂકી ઘરમાં ઘૂસી માર મારનાર લોકોનું મહિલાએ પોતાની અંતિમ ચિઠ્ઠીમાં પણ વર્ણન કર્યું હતું. તે લોકોને કારણે આ પગલું ભર્યુ હોવાનું પણ જણાવી તેનો વિડીયો વાયરલ કરવા અંગે પણ તેણે દુઃખ વ્યક્ત કર્યું હતું.૩૫ વર્ષીય મહિલાને દાહોદ ખાતે રહેતા પતિ સાથે અણબનાવ થતાં તે પિયરમાં રાજમહેલ રોડ પાસે રહેવા આવી હતી. દરમિયાન ચુનારા પરિવારના સ્થાનિક લોકોએ તેના અન્ય વ્યક્તિ સાથે આડા સંબંધ હોવાનો આક્ષેપ મૂકી માર મારી વિડિયો બનાવી વાઈરલ કરતા વ્યથિત થયેલી મહિલાએ ઝેરી દવા પી લીધી હતી. જેનું સારવાર દરમિયાન હોસ્પિટલમાં મોત નીપજયું હતું. મહિલાના પિતાની ફરીયાદને આધારે રાવપુરા પોલીસે ચાર મહિલા સહિત ૬ સામે આત્મહત્યાની દુષ્પ્રેરણા આપવા અંગે ગુનો નોંધ્યો છે.

Follow Me:

Related Posts