fbpx
ગુજરાત

વડોદરામાં ૩ ઈસ્મોએ પેટ્રોલ પુરાવી પૈસા આપવાને બદલે પંપના કર્મીને મારમાર્યો

વડોદરા શહેરના નવાયાર્ડ વિસ્તારમાં આવેલા પેટ્રોલપંપ ખાતે પેટ્રોલ પુરાવ્યા બાદ ત્રણ યુવકોએ પેટ્રોલના પૈસા નહી આપતાં પંપના કર્મીએ પૈસા માંગતા યુવકોએ માર માર્યો હતો. તે પૈકી યુવકે લોખંડના પંચ વડે હુમલો કરતાં કર્મીનું માથું ફૂટી ગયું હતું અને તેને બેભાન અવસ્થામાં હોસ્પિટલ લઇ જવો પડયો હતો. ઘટનાના પગલે નવાયાર્ડ વિસ્તારમાં તંગદીલી વ્યાપી હતી.ત્રણ શખ્સ પૈકીના એક યુવકે લોખંડનો પંચ કપાળમાં મારતા પંપ કર્મી વિશાલ જયંતીલાલ માછી ઘટના સ્થળે બેભાન થઇ ગયો હતો. વિશાલ માછીને ગંભીર હાલતમાં સયાજી હોસ્પિટલ લઇ જવાયો હતો.

સારવાર બાદ તે હોશમાં આવ્યો હતો. ઘટના બાદ ફતેગંજ પોલીસ હોસ્પિટલ પહોંચી હતી અને વિશાલ માછીનું નિવેદન લઇ અજાણ્યા ત્રણ યુવકો સામે તપાસ હાથ ધરી હતી. વિશાલે માછીએ પોલીસ સમક્ષ જણાવ્યું હતું કે ‘લોખંડનો પંચ વાગ્યા બાદ તે બેભાન થઇ ગયો હતો. ફતેગંજ પોલીસે બનાવના સંબંધમાં તપાસ હાથ ધરી છે. પોલીસે હુમલાનો ભોગ બનેલાના નિવેદનો લીધા હતાં. જાે કે રાત્રો પોલીસે જણાવ્યુ હતું કે આ ઘટનામાં સમાધાન થઇ ગયું છે.

Follow Me:

Related Posts