ગુજરાત

વડોદરા અભયમની ટીમે યુવતીને સમજાવી વિધર્મી સાથે લગ્ન કરતા બચાવી

વડોદરા શહેર નજીક સેવાસી વિસ્તારમાં રહેતા પરિવારની ૨૧ વર્ષની દીકરી જ્યોતિ (નામ બદલ્યું છે ) સાડીના શો રૂમમાં નોકરી કરે છે. જે એક વિધર્મી યુવક સાથે પરિચયમાં આવ્યા બાદ તેની સાથે લગ્ન કરવાની મક્કમ નિર્ધાર સાથે તેની સાથે જતી રહી હતી. પરિવાર તેને લેવા માટે ગયો હતો. પરતુ, સાથે ન આવતાં ચિંતાતુર પરીવારે ૧૮૧ મહિલા હેલ્પ લાઇનમાં કોલ કરી દીકરીને સમજવા વિનંતી કરતા અભયમ રેસ્ક્યૂ ટીમ પાદરા તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઇ હતી અને જ્યોતિનું અસરકારક કાઉન્સેલિંગ કરતા પરિવાર પાસે પરત ફરી હતી. વિધર્મી યુવક યુસુફ (નામ બદલ્યું છે ) સાથે લગ્ન કરવા જીદે ચડેલ યુવતીને પરીવારે ખુબ સમજાવી હતી. પરતું, તે માનતી ન હતી અને પરિવારની ઈચ્છા વિરુદ્ધ લગ્ન કરવાના મક્કમ નિર્ધાર સાથે યુવક પાસે જતી રહી હતી. યુસુફ હાલમાં બીમાર હોઈ હોસ્પિટલમા સારવાર હેઠળ છે. જ્યાં જ્યોતિ તેની સેવા ચાકરી કરતી હતી. તું પુખ્ત વયની છે.

તારા જીવન માટેનો કોઈપણ ર્નિણય લેવા સ્વતંત્ર છે. પરતુ, આ ર્નિણયમા પરિવારની લાગણી દુભાવવી ના જાેઇએ. તેમની સંમતિ હોય તો ભવિષ્યમાં કોઈ આપત્તિ આવે તો તેઓ મદદરુપ બનશે. માતા-પિતા સંતાનોના ઉજ્વળ ભવિષ્ય માટે પ્રયત્ન કરતા હોય છે. આ ઉપરાંત યુસુફનો પરિવાર પણ આ લગ્ન માટે સંમત નથી. જેથી ભવિષ્યમા એકલા પડી જવાની સંભાવના છે. યુવાનવયે એકબીજા પ્રત્યે આકર્ષણ થઇ શકે છે, પરતુ, પુખ્ત વિચારથી ભવિષ્યમાં આવનારી પરિસ્થિતિ વિષે પણ વિચારવું જરૃરી છે અને છેલ્લે કોઈપણ ર્નિણય કરવા તમે સ્વતંત્ર છો. અભયમ ટીમે જ્યોતિનું અસરકારક કાઉન્સેલિંગ કરીને સમજાવતાં જ્યોતિએ પોતાની ભૂલ કબૂલી હતી અને પરિવાર સાથે પરત ફરવાની ઈચ્છા વ્યક્ત કરતા યુવતીને માતા-પિતાને સોંપવામાં આવી હતી અને પરિવારને પણ જણાવ્યું હતું કે, તેને કોઈ હેરાનગતિ કરવી નહીં અને સમાજમાં યોગ્ય મુરતિયા સાથે તેની પસંદગીથી લગ્ન કરાવવા જેમાં સૌ પરિવાર સંમત થયા હતા.

અભયમ ટીમે પ્રવર્તમાન સમય અને ભવિષ્યમાં હિન્દુ યુવતી અને વિધર્મી યુવાનને પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં લઇ કરેલી કામગીરીથી ખુશ થયેલ જ્યોતિ અને યુસુફના પરિવારજનોએ અભયમ ટીમનો આભાર માન્યો હતો. જેમાં ખાસ કરી જ્યોતિના પરિવારજનો અભયમ ટીમનો આભાર માનતા ગદગદ થઇ ગયા હતા.વડોદરામાં વિધર્મી યુવક સાથે લગ્ન કરવા જીદે ચઢેલી યુવતીને અભયમ પાદરા ટીમ દ્વારા સમજાવી પરિવારને સોંપવામાં આવી હતી. યુવતી વિધર્મી યુવાનની પ્રેમજાળમાંથી પરત આવતા પરિવાર ખુશખુશાલ થઇ ગયો હતો અને અભયમ ટીમે આપેલી સલાહ મુજબ પરિવારે દીકરીની ઇચ્છા મુજબ સમાજના યુવાન સાથે લગ્ન કરાવવાની અભયમ ટીમને ખાત્રી આપી હતી.

Related Posts