અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટના બની છે. જેમાં વડોદરાથી અમદાવાદ તરફ જતી આઈસર ટ્રક નંબર જીજે ૨૭ ટીટી ૬૯૩૯એ આગળ જતાં કોઈ વાહન સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેના કારણે આઇસર ટ્રકના આગળના ભાગનો સંપૂર્ણ લોચો વળી ગયો હતો. આ અકસ્માતની ઘટનામાં આઇસર ચાલકને ગંભીર ઇજાઓ થતાં તેને તુરંત સારવાર અર્થે ખસેડાયો છે. જ્યારે આઈસર ટ્રકમાંથી વિપુલ પ્રમાણમાં દારૂનો જથ્થો મળી આવતાં મહેમદાવાદ પોલીસ પણ ચોંકી ઊઠી હતી. સંપૂર્ણ દારૂનો જથ્થો તથા આઇસર કબજે કરી પોલીસે ફરિયાદ નોંધવાની કામગીરી આરંભી છે. ચાલક હાલ બેભાન અવસ્થામાં છે. જાેકે આ દારૂનો જથ્થો પરમીટ વાળો છે કે પરમીટ વગરનો તે દિશામાં પોલીસે તપાસ હાથ ધરી છે. વધુમાં આ આઇસર ટ્રકને એટલું બધુ નુકસાન પહોચ્યું છે કે પાછળ ભરેલો દારૂના જથ્થાની અમુક બોટલો પણ તૂટી ગઈ હતી. હાલ દારૂની ગણતરી ચાલુ છે. ત્યારે ગાંધીના ગુજરાતમાં અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દારૂનો જથ્થો ભરી પસાર થતાં બેફામ વાહનો પર લગામ ક્યારે લાગશે? તેવું જાગૃત લોકો કહી રહ્યા છે.એક બાજુ રથયાત્રા નજીક છે, તો બીજી બાજુ બુટલેગરો બેફામ બન્યા છે.? અમદાવાદમાં મોટા પ્રમાણમાં દારૂનો જથ્થો ઘૂસાડવામાં આવી રહ્યો છે. જે માટે બુટલેગરો અમદાવાદ-વડોદરા એક્સપ્રેસ હાઈવે, અમદાવાદ-ઇન્દોર હાઇવેનો ઉપયોગ કરી રહ્યા છે. મહેમદાવાદના માંકવા ગામની સીમમાંથી પસાર થતાં અમદાવાદ વડોદરાના એક્સપ્રેસ હાઈવે પર ઈંગ્લીશ દારૂ ભરેલી અમદાવાદ ગ્રામ્ય પાર્સિગની આઈસર ટ્રકને અકસ્માત નડ્યો છે. ટ્રક આગળ જતાં કોઈ વાહન સાથે અથડાતાં ટ્રક ચાલકને ઈજા થઈ છે.
વડોદરા એક્સપ્રેસ હાઈવે પર દારૂ ભરેલા ટ્રકને અકસ્માત નડ્યો

Recent Comments