વડોદરાની એમએસ યુનિવર્સિટી કોરોનાના ભરડામાં આવી છે. યુનિવર્સિટીના યુનિટ બિલ્ડીંગમાં મહિલા કર્મચારી કોરોના સંક્રમિત થયા છે. મહિલા ક્લાર્ક કોરોના સંક્રમિત થતા યુનિટ બિલ્ડીંગ બંધ કરવામાં આવી છે. યુનિટ બિલ્ડીંગ ત્રણ દિવસ માટે બંધ કરવાનો ર્નિણય લેવામાં આવ્યો છે. યુનિવર્સિટીના કર્મચારી કોરોના સંક્રમિત બની રહ્યા છે. જેથી કોરોનાનું વધતું સંક્રમણ યુનિવર્સિટી માટે ચિંતાનો વિષય બન્યો છે.
વડોદરા મહાનગરપાલિકાએ જાહેર કરેલા આંકડાઓ પ્રમાણે વડોદરા શહેર જિલ્લામાં પોઝિટિવ કેસનો કુલ આંક ૨૯,૧૫૬ પર પહોંચી ગયો છે. વડોદરા શહેર અને જિલ્લામાં સત્તાવાર મૃત્યુઆંક ૨૫૨ પર પહોંચ્યો છે. ગત રોજ વધુ ૨૧૦ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા હતા. અત્યાર સુધીમાં કુલ ૨૬,૭૭૪ લોકો કોરોનાને માત આપી ચૂક્યા છે. વડોદરામાં હાલ ૨૧૩૦ એક્ટિવ કેસ પૈકી ૧૭૧ દર્દી ઓક્સિજન ઉપર અને ૯૯ દર્દી વેન્ટિલેટર ઉપર છે અને ૧૮૬૦ દર્દીની હાલત સ્થિર છે.


















Recent Comments