fbpx
ગુજરાત

વડોદરા એરપોર્ટ ઓથોરિટીએ ૩ અધિકારીઓને પાર્કિંગની જવાબદારી સોંપી

મહિને ૧.૮૦ લાખ કોન્ટ્રાક્ટરે એરપોર્ટને ચૂકવવાના હતા, પરંતુ ત્રીજી લહેરમાં માત્ર ૪ ફ્લાઈટ થતાં કોન્ટ્રાક્ટરને નુકસાન થતું હતું. જેથી કોન્ટ્રાક્ટર ૧ જાન્યુઆરીએ જતો રહેતાં એરપોર્ટ ઓથોરિટીએ પોતાના કર્મચારીને જવાબદારી સોંપી છે. એરપોર્ટના નિયમ મુજબ ૧ રૂપિયો પણ કેશ હોય તો એરપોર્ટના અધિકારીને તે સાચવવા બેસાડવા પડે છે, જેથી હાલ પાર્કિંગમાં આવતી ૨થી ૩ હજારની સિલક સાચવવા એરપોર્ટના ફાયર વિભાગના ૮૦ હજાર પગાર ધરાવતા ૩ કર્મચારીઓને તબક્કાવાર ડ્યૂટી સોંપાય છે.

જ્યારે વાહનોને રિસીપ્ટ આપવા અંદાજે રૂા.૧૫ હજાર મહિનાના ૪ છોકરાને કોન્ટ્રાક્ટર લેવાયા છે. એરપોર્ટ ઓથોરિટી દ્વારા જણાવ્યા મુજબ માર્ચમાં નવો કોન્ટ્રાક્ટ અપાશે ત્યાં સુધી એરપોર્ટ પાર્કિંગની જવાબદારી સાચવશે. એરપોર્ટ પર થોડા સમય અગાઉ શરૂ કરવામાં આવેલી પાર્કિંગની ઓટોમેટિક સિસ્ટમ કોન્ટ્રાક્ટર જતો રહેતાં બંધ થઈ છે. અંદાજે ૧૮ લાખથી ૨૦ લાખની આ સિસ્ટમ કોન્ટ્રાક્ટરે લાવવાની હોય છે. વાહન કેટલા વાગ્યે એન્ટર થયું અને કેટલા વાગે પરત નીકળ્યું તે મુજબ બેરિકેટિંગવાળી આ સિસ્ટમ કોન્ટ્રાક્ટર પોતાની સાથે લઈ જતાં ફરી જૂની પ્રથા ચાલુ થઈ છે.વડોદરા એરપોર્ટ ખાતે કોરોનાની ત્રીજી લહેરને પગલે ફ્લાઇટની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે, જેથી મુસાફરો ઘટતાં પાર્કિંગમાં આવતાં વાહનોની સંખ્યા ઘટી છે. જેથી એરપોર્ટ પર પાર્કિંગનો કોન્ટ્રાક્ટર અધવચ્ચે કોન્ટ્રાક્ટ છોડી જતો રહ્યો છે. જેથી એરપોર્ટ ઓથોરિટીએ પાર્કિંગ સાચવવા એરપોર્ટના ઉચ્ચ અધિકારીઓને જવાબદારી સોંપી પાર્કિંગની બહાર ખુલ્લામાં ટેબલ પર બેસાડતાં કુતૂહલ જાેવા મળી રહ્યું છે.વડોદરા એરપોર્ટ ઓથોરિટીએ ૩ અધિકારીઓને પાર્કિંગની જવાબદારી સોંપી

Follow Me:

Related Posts