વડોદરા જિલ્લામાં કોરોનાના કેસ ૪ દિવસમાં ૪ ગણા વધ્યા
વડોદરા શહેરમાં કોરોનાના કેસમાં ચિંતાજનક રીતે વધારો થયો છે. અગાઉ એક પછી એક કોરોનાની બે લહેરોનો સામનો કરનાર વડોદરા શહેરમાં સંભવિત ત્રીજી લહેરની દહેશત જાેવા મળી રહી છે. હાલમાં નાના બાળકો પણ કોરોના સંક્રમિત થયા છે જે સૌથી આશ્ચર્યજનક અને ચિંતા ઉપજાવે તેવી બાબત છે ત્યારે છેલ્લા ૨૪ કલાકમાં શહેરમાં ૩૮ કોરોના પોઝિટિવ કેસ નોંધાતા આરોગ્ય વિભાગ દોડતું થઇ ગયું છે. કોરોનાના ૨૭ પોઝિટિવ કેસ નોંધાયા હતા જ્યારે આજે ૧૧નો વધારો થતાં શહેરના ખાનગી તેમજ સરકારી હોસ્પિટલોમાં કોરોના સંક્રમિત એક્ટિવ કેસનો આંકડો ૧૬૦ પર પહોંચ્યો છે. આજે ગુરૂવારે શહેરમાં ૫૨૧૧ કોરોનાના શંકાસ્પદ નમૂના લેવામાં આવ્યા હતા જેમાંથી ૩૮ કેસ પોઝિટિવ આવ્યા હતા. જેમાંથી ૧૨૩ દર્દીઓ સ્ટેબલ છે જ્યારે છ દર્દીઓ ઓક્સિજન પર અને બે દર્દી વેન્ટીલેટર પર રાખવામાં આવ્યો છે. શહેરના પશ્ચિમ વિસ્તારમાં સૌથી વધુ ૧૬ પોઝિટિવ કેસ સપાટી પર આવ્યા છે. વધુ ૩૮ પોઝિટિવ કેસ નોંધાતા કુલ પોઝિટિવ દર્દીઓનો આંકડો ૭૨,૬૯૩ પર પહોંચ્યો છે. વડોદરા શહેર જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોનાના ૭૨,૬૯૩ પોઝિટિવ કેસ નોંધાયા છે.
જે પૈકી પૂર્વ ઝોનમાં ૯૭૩૩ પશ્ચિમ ઝોનમાં ૧૨,૨૪૭, ઉત્તર ઝોનમાં ૧૧,૯૨૯, દક્ષિણ ઝોનમાં ૧૧,૯૨૩, વડોદરા ગ્રામ્યમાં ૨૬,૮૨૫ અને ૩૬ કેસ બહારના શહેર અને રાજ્યોના નોંધાયા છે.વડોદરા મહાનગરપાલિકા દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ પ્રમાણે છેલ્લા શહેરમાં છેલ્લા ૨૪ કલાકમાં કોરોનાના નવા ૩૮ કેસ નોંધાયા છે. આમ કોરોનાના કેસો વધતા આરોગ્ય વિભાગ ચિંતામાં મુકાઇ ગયું છે. વડોદરામાં કોરોનાની કુલ કેસની સંખ્યા ૭૨,૬૯૩ ઉપર પહોંચી ગઇ છે અને અત્યાર સુધીમાં કુલ ૭૧,૯૧૦ દર્દીને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં કુલ ૬૨૩ દર્દીના મોત થયા છે. આજે નવા કેસો જેતલપુર, અટલાદરા, ભાયલી શિયાબાગ, દિવાળીપુરા, સવાદ, ગોત્રી, હરણી, સુભાનપુરા, તાંદલજા, કપુરાઇ, બાપોદ, અકોટા, સુદામાપુરી, કિશનવાડી, નવીધરતી, ગોકુનગર અને માંજલપુર વિસ્તારમાં આવ્યા છે. વડોદરા શહેરમાં છેલ્લા ૭૨ કલાકમાં કોરોના કેસોમાં ચિંતાજનક વધારો જાેવા મળ્યો છે. બુધવારે કોરોના ૨૭ કેસ પોઝિટિવ નોંધાયા હતા જ્યારે આજે ગુરૂવારે ૧૧ કેસનો વધારો થઈ ૩૮ કેસ નોંધાયા હતા. શહેરમાં હાલમાં ૧૬૦ જેટલા એક્ટિવ કેસ છે જે પૈકી ૮ કેસ ગંભીર હોવાનું સપાટી પર આવ્યું છે, જાેકે આજે ૮ દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
Recent Comments