fbpx
ગુજરાત

વડોદરા નેશનલ હાઈવે પાસેથી કન્સ્ટ્રકશન સ્ટીલ ચોરીનું કૌભાંડ ઝડપાયું

વડોદરા નજીક નેશનલ હાઇવે ઉપર વરસડા ગામ પાસે આવેલી અમૃતસર ખાલસા નામની હોટલની પાછળના ભાગમાં કન્સ્ટ્રક્શન સ્ટીલ ચૌરીનું કૌભાંડ ચાલી રહ્યું હોવાની માહિતી સ્ટેટ મોનીટરીંગ સેલને મળી હતી. જેના આધારે પી.એસ.આઇ. એમ.બી. રાણા અને તેમની ટીમે દરોડો પાડ્યો હતો અને સ્ટીલ ચૌરીના ચાલી રહેલા કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો. સ્ટેટ મોનીટરીંગ સેલની ટીમે સ્થળ ઉપરથી સ્ટીલ લોડ કરેલા ટ્રકોમાંથી સ્ટીલ ઉતારવા માટે આવેલા બે ટ્રેલર તેમજ સ્થળ પર જમા કરવામાં ચોરીનું સ્ટીલ, ૩ મોબાઇલ ફોન, રોકડ રૂપિયા ૧૨,૫૩૦, ટ્રેલરમાં લોડ કરેલ ૬૦,૨૬૯ સ્ટીલનો જથ્થો, સ્થળ પરથી ૩૫૦ કિલો સ્ટીલનો જથ્થો મળી કુલ રૂપિયા ૫૭,૮૫,૩૫૦ નો મુદ્દામાલ કબજે કર્યો હતો. આ ઉપરાંત પોલીસે પોતાના ટ્રેલરમાં લોડ કરેલા સ્ટીલમાંથી સ્ટીલ ઉતારવા આવેલા ટ્રેલર ચાલકો, કિલનરો દજીતસિંઘ સુખચેનસિંઘ બટલર, લવપ્રિતસિંઘ દલજીતસિંઘ સોઢા, સર્વેશ ગંગારામ પાલ અને પન્નાલાલ રામબચ્ચન યાદવની ધરપકડ કરી હતી.

જ્યારે વિક્રમસિંઘ દલબિરસિંઘ ઉર્ફ કાલાસિંઘ સંધુને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે. સ્ટેટ મોનીટરીંગ સેલે આ બનાવ અંગેની ફરિયાદ વરણામા પોલીસ મથકમાં નોંધાવી હતી. પોલીસે આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી હતી. સ્ટીલ ચોરીનું આ કૌભાંડ ટેન્કરોમાંથી કેમિકલ ચોરીના ચાલતા કૌભાંડની જેમ ચાલતુ હતું. સુરતથી અમદાવાદ અને અમદાવાદ તરફ સ્ટીલ ભરીને જતા ટ્રેલરો વરસાડા પાસેની અમૃતસર ખાલસા હોટલ ખાતે આવતી હતી. અને ત્યાં પોતાના ટ્રેલરમાં લોડ કરેલા સ્ટીલમાંથી કેટલોક સ્ટીલનો જથ્થો ઉતારી રોકડી ટ્રેલર ચાલકો રોકડી કરતા હતા. દરમિયાન આ સ્ટીલ ચોરીનું નેટવર્ક ચલાવતા માફીયો ચોરી કરેલો સ્ટીલનો જથ્થો છૂટકમાં અથવા જથ્થાબંધ ભાવે કન્સ્ટ્રક્શનનું કામ કરનારાઓ તેમજ કેટલાંક સ્ટીલના વેપારીઓને બજાર ભાવ કરતા ઓછા ભાવે વેચી દેવામાં આવતો હોવાનું જાણવા મળ્યું છે.

જાે પોલીસ તંત્ર દ્વારા આ કૌભાંડ અંગે ઝીણવટભરી તપાસ કરવામાં આવે તો ચોંકાવનારી વિગતો બહાર આવે તેવી શક્યતાઓને નકારી શકાય નહીં. વડોદરા જિલ્લાના વરણામા પોલીસ મથકની નજીકમાં જ આ સ્ટીલ ચોરીનું વ્યવસ્થિત કૌભાંડ ચાલતુ હતું. પરંતુ, માત્ર દારુ અને જુગાર પકડવામાં જ વરણામા પોલીસ વ્યસ્ત રહેતી હતી અને આ કૌભાંડ અંગે આંખ આડા કાન કરી રહી હતી. જાેકે, માત્ર વરણામા પોલીસ જ નહીં જિલ્લા લોકલ ક્રાઇમ બ્રાંચ, જિલ્લા એસ.ઓ.જી. દ્વારા પણ આ કૌભાંડ અંગે આંખ આડા કાન કરી રહી હોવાથી વરસાડા પાસેની અમૃતસર ખાલસા હોટલ પાસે સ્ટીલ ચોરીનું કૌભાંડ ચાલી રહ્યું હતું.

જે કૌભાંડનો સ્ટેટ મોનીટરીંગ સેલે પર્દાફાશ કરતા જિલ્લા પોલીસ તંત્રની કામગીરી ઉપર શંકાના દાયરામાં આવી છે.વડોદરા નજીક નેશનલ હાઇવે પર વરસડા ગામ પાસે આવેલી હોટલની પાછળ કન્સ્ટ્રક્શનમાં વપરાતા સ્ટીલની ચોરીના ચાલી રહેલા વ્યવસ્થિત કૌભાંડનો સ્ટેટ મોનીટરીંગ સેલે પર્દાફાશ કર્યો છે. આ કૌભાંડમાં પોલીસે ૩૭.૩૬ લાખ રૂપિયાનું સ્ટીલ, ટ્રેલરો મળીને કુલ રૂપિયા ૫૭.૮૫ લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. તે સાથે પોલીસે ૪ આરોપીની ધરપકડ કરી હતી અને એક આરોપીને વોન્ટેડ જાહેર કરી કાર્યવાહી હાથ ધરી છે.

Follow Me:

Related Posts