વડોદરા-પાદરા રોડ પર રિક્ષા-કારનો અકસ્માત, ૫ લોકોના ઘટનાસ્થળે જ મોત
વડોદરા-પાદરા રોડ પર નારાયણ વાડી પાસે આજે વહેલી સવારે ગમખ્વાર અકસ્માત થયો હતો. રિક્ષા અને કાર વચ્ચે થયેલા અકસ્માતમાં ૫ લોકોનાં મોત થયાં છે. રિક્ષામાં સવાર એક પરિવારના ૫ સભ્યને મોત ભરખી ગયું હતું. આ અકસ્માતમાં રિક્ષામાં સવાર ૩ બાળક અને પતિ-પત્નીનાં મોત થયાં છે. આ ગમખ્વાર અકસ્માતની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી હતી. ભંયકર અક્સ્માતમાં ઘટનાસ્થળે ૩ લોકોનાં મોત જ થયાં હતાં, જ્યારે ૨નાં મોત હોસ્પિટલમાં સારવાર દરમિયાન થયાં છે. આ તમામના મૃતદેહોને સયાજી હોસ્પિટલ ખસેડાયા હતા.
વડોદરાના એફ ડિવિઝનના એસીપી પ્રણવ કટારીયાએ જણાવ્યું હતું કે, અકસ્માતની ઘટના બાદ પોલીસ તુરંત જ એક્શનાં આવી ગઈ હતી અને પોલીસે અકસ્માત કરનાર અર્ટિગા કારના ચાલક જયહિન્દ યાદવની અટકાયત કરી હતી. જયહિન્દ યાદ મૂળ વલસાડનો રહેવાસી છે, તે રેલવે સ્ટેશન તરફ મજૂરો લેવા જઈ રહ્યો હતો, ત્યારે રિક્ષા સાથે અકસ્માત થયો હતો. પોલીસે જયહિન્દ યાદવનો કોરોના ટેસ્ટ કર્યો છે. કોરોનાનો રિપોર્ટ આવ્યા બાદ આરોપીની ધરપકડ કરાશે.
Recent Comments